માંધાતા ગ્રુપના રાજુ સોલંકી કોંગ્રેસમાં જોડાયા

862
bvn1162017-2.jpg

વીર માંધાતા ગ્રુપના પ્રમુખ એવા રાજુ સોલંકી આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા અને ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, ગેહલોત તેમજ જીતુ પટવારી સહિતની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
‘લોકસંસાર’ સાથે ટેલીફોનિક વાતચીતમાં સમર્થન આપતા જણાવેલ કે તેઓ ર૦૦ જેટલા કાર્યકરો સાથે આજે પ્રદેશ કાર્યાલયે પહોંચ્યા હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં મિટીંગો કરી આગળની રણનીતિની ચર્ચા કરી હતી અને પોતે ભાવનગર પશ્ચિમ બેઠક ઉપરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી છતા પાર્ટી કહેશે તે બેઠક પરથી સમાજ સાથે ચર્ચા કરી નિર્ણય કરશે.
માંધાતા ગ્રુપના અન્ય કોઈ વ્યક્તિ ચૂંટણી લડશે કે કેમ તેના સવાલમાં તેમણે ના કહી હતી. તેમણે જણાવેલ કે, કોંગ્રેસના આગેવાનોએ પુછયું હતું કે, તમારા અન્ય આગેવાન માટે બેઠકો જોઈએ તો પરંતુ પોતે ના પાડી હતી.

પરશોત્તમભાઈ સમાજના આગેવાન અને મારા મોટાભાઈ સમાન છે
કોંગ્રેસ પક્ષ માટે ભાવનગર ગ્રામ્યમાં પરશોત્તમભાઈ સામે ચૂંટણી લડવા માટે તમે ટીકીટ માંગી હતી તેવી ચર્ચાઓ ચાલે છે. તેવા ‘લોકસંસાર’ના પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવેલ કે, પરશોત્તમભાઈ અમારા સમાજના વડીલ આગેવાન છે અને મારા મોટાભાઈ સમાન છે. મેં તેમની સામે લડવાની કોંગ્રેસ પક્ષ પાસે માંગણી કરી ન હોવાનું જણાવેલ છતાં પક્ષ ટીકીટ આપશે તો અમારા સમાજ સાથે ચર્ચા કરીને નિર્ણય કરીશ તેમ જણાવે

Previous articleડો.ટીપનીશના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
Next articleગુસ્તાખી માફ