વિવેક તિવારી હત્યા કેસ : યુપી પોલીસ કર્મીઓએ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી

752

લખનૌમાં એપલના મેનેજર વિવેક તિવારીની પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગોળી મારીને હત્યા કરવાની ઘટનામાં સરકારના વિરોધમાં યુપી પોલીસના જવાનોએ કાળી પટ્ટી પહેરીને નોકરી કરી હતી.પોલીસ બેડામાં આ મામલામાં જે રીતે સરકારે કાર્યવાહી કરી છે તેની સામેનો અસંતોષ સપાટી પર આવ્યો છે. સરકાર સામે પોલીસ કર્મચારીઓના સંગઠને ૬ ઓક્ટોબરે કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. જોકે યુપી પોલીસના ટોચના અધિકારીઓ આ પ્રકારની ખબરોને રદિયો આપતા રહ્યા હતા. જોકે આજે પોલીસ જવાનોએ કાળો દિવસ મનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિવેક તિવારીની હત્યા કરનાર કોન્સ્ટેબલ પ્રશાંત સામે હત્યાના આરોપ લગાવાયો છે. જેની સામે પોલીસ બેડામાં રોષ છે. પોલીસ કર્મચારીઓએ તો કેસ લડવા માટે પ્રશાંતની પત્નીના એકાઉન્ટમાં ફાળો ઉઘરાવીને મોટી રકમ પણ જમા કરાવી છે.

Previous articleભારતીય વાયુસેનાનું વિમાન બાગપત ખેતરમાં ક્રેશ, બંને પાયલટ સુરક્ષિત
Next articleમોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત રખાયા