ભારતે અમેરિકાની ચેતવણીની અવગણના કરીને આજે ધારણા પ્રમાણે જ રશિયા સાથે ચર્ચાસ્પદ એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ડિલને મંજુરી આપી દીધી હતી. આની સાથે જ કુલ આઠ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે સ્પેશ સહિત આઠ સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને સંયુક્ત નિવેદન કરીને આ અંગેની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મોદીએ રશિયા સાથે સંબંધોને નવી ઉંચાઈ ઉપર લઇ જવાના હેતુસર પુટિનની ભરપૂર પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે, પ્રમુખના ડેલિગેશનનું સ્વાગત કરીને ખુબ જ ખુશી થઇ રહી છે.
રશિયા સાથે અમારા સંબંધો સર્વોચ્ચ પ્રાથમિકતાવાળા રહ્યા છે. બદલાઈ રહેલા યુગમાં પણ ભારતે રશિયા સાથે હંમેશા વિશ્વાસના સંબંધો જાળવ્યા છે. અમેરિકા તરફથી આ અંગે તીખી પ્રતિક્રિયા આવી શકે છે. મોદીએ કહ્યું હતું કે, આ ખાસ સંબંધો માટે પુટિનની પ્રતિબદ્ધતાથી સંબંધોને ઉર્જા મળશે. મિત્રતા વધુ મજબૂત બનશે. સ્ટ્રેટેજીક પાર્ટનરશીપને નવી ઉંચાઈઓ મળશે. મોદીએ કહ્યું હતું કે, માનવ સંશાધનથી લઇને નેચરલ રિસોર્સ, વેપારથી લઇને મૂડીરોકાણ, શૌર ઉર્જા, ટેકનોલોજી, ટાઇગર કન્ઝર્વેશન, અંતરિક્ષ જેવા મામલામાં સંબંધોને મજબૂત કરવાની તકો રહેલી છે. પુટિને કહ્યું હતું કે, તેઓ મોદીને ભારત અન રશિયા વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતિ કરવા માટે અભિનંદન આપે છે. આ મિત્રતા રશિયા માટે ખુબ મહત્વપૂર્ણ છે. મોદીને રશિયા આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પુટિને કહ્યું હતું કે, ભારત સાથે અમારી જુની મિત્રતા અકબંધ રહી છે. ભારતીય કંપનીઓને રશિયામાં કારોબાર કરવા માટે પણ પુટિને આમંત્રણ આપ્યું હતું. મોદીની સાથે રશિયા અને સિરિયાના મામલાઓ ઉપર પણ ચર્ચા થઇ હતી. આ પહેલા આઠ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીત બાદ વિદેશ સચિવ વિજય ગોખલે અને રશિયન અધિકારીઓ વચ્ચે ડિલના દસ્તાવેજોની આપલે કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે રુબલ રૂપિયા ડિલ, હાઈસ્પીડ રશિયન ટ્રેન, ટ્રેક રિકવરી, રોડ બિલ્ડિંગ ઇન ઇન્ડિયા, ઓપરેશન ઓન રેલવે, સરફેશ રેલવે એન્ડ મેટ્રો રેલ ઉપર વાતચીત થઇ હતી. આ ઉપરાંત ત્રાસવાદ, અફઘાનિસ્તાન, ક્લાઇમેટ ચેંજ, બ્રિક્સ અને એશિયન દેશો જેવા સંગઠનોને લઇને પણ ચર્ચા થઇ હતી. હૈદરાબાદ હાઉસમાં આ શિખર બેઠક શરૂ થઇ હતી. બંને નેતાઓ વચ્ચે જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિન ગઇકાલે મોડી સાંજે બે દિવસના પ્રવાસે ભારત આવી પહોંચ્યા હતા. ભારત અને રશિયા વચ્ચેના સંબંધ પરસ્પર વિશ્વાસ પર આધારિત રહ્યા છે. તેમની વચ્ચેના સંબંધ વર્ષોથી તમામ પ્રકારની સ્થિતીમાં ખુબ મજબુત રહ્યા છે. અમેરિકાએ ચેતવણી આપતા કહ્યુ છે કે ભારત દ્વારા જે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે તૈયાર છે તે અમેરિકાની પ્રતિબંધાત્મક હદમાં આવે છે. સંરક્ષણ જાણકાર લોકોનુ કહેવુ છે કે અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા સાથે આ સમજુતી ન કરે પરંતુ ભારત સમજુતી માટે તૈયાર છે. રશિયાના પ્રમુખ પુટિન ગઇકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા.ભારત અને રશિયા વચ્ચેના સંબંધને જોતા આ સમજુતી ચોક્કસપણે થઇ શકે છે. હાલના વર્ષોમાં ભારતની મિત્રતા અમેરિકા સાથે મજબુત થઇ છે. એર ડિફેન્સસિસ્ટમને લઇને છેલ્લા ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી હતી. આજે આ સમજૂતિ ઉપર હસ્તાક્ષર થઇ ચુક્યા છે. એરડિફેન્સના સંદર્ભમાં ભારતીય હવાઈ દળના વડા ધનોવાની વાત માનવામાં આવે તો એસ-૪૦૦ ભારતીય હવાઈ દળ માટે એક બુસ્ટર શોટ સમાન રહેશે. આનાથી પડોશી દેશોના ખતરાને ટાળી શકાશે. પાકિસ્તાનની પાસે અપગ્રેડેડ યુદ્ધવિમાનો છે. ચીન પાસેથી મળેલા હથિયારો પણ છે.