ભાવનગર તા. ૦૫/૧૦/૨૦૧૮ નાં રોજ એમ. કે. ભાવનગર યુનિવર્સીટી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખાનાં, ડી.એસ.ઓ. કચેરી અને સ્પોટ્ર્સ ઓથોરીટી ઓફ ગુજરાતનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત દીવ્યાંગો માટેનો સ્પે. ખેલ મહાકુંભ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભનું ઉદ્દઘાટન એસ.બી.આઈ. ટ્રેઈનિંગ સેન્ટર-ભાવનગરનાં ડાયરેક્ટર દીપકભાઈ પરમારે કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ એથ્લેટીક્સ, ક્રિકેટ તેમજ ચેસ જેવી રમતોમાં પોતાનું કરતબ બતાવ્યું હતું. જિલ્લાકક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થનાર દિવ્યાંગ ખેલાડીઓ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા આગામી દિવસોમાં યોજાનાર રાજ્યકક્ષાનાં ખેલ મહાકુંભમાં ભાગલેવા જશે. આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે ‘ખેલકુંભમાં વિકલાંગ સ્પર્ધકોએ ભાગલઈ સમાજને પુરવાર કરી આપ્યું છે કે શારીરિક કે માનસિકક્ષતિ આવા વ્યક્તિઓની પ્રગતિમાં ક્યારેય બાધક હોતી નથી બસ તેઓને એક તક આપવાની જરૂર હોય છે આ ખેલ મહાકુંભમાં ભાગ લેતા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ આ રમતોમાં પોતાની વિશિષ્ટ શક્તિનું કરતબ બતાવી સમાજને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો છે.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ પાઠક, પંકજભાઈ એન. ત્રિવેદી, અંધ શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયા, નેત્રહીન ખેલાડીઓ, વિશિષ્ટ શિક્ષકો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.