હાલમાં તા.૧-૧૦-ર૦૧૮ના રોજ ભાવનગર નિલમબાગ સ્વીમીંગ પુલ ખાતે ગુજરાત રાજ્યના યોજેલ ખેલ મહાકુંભ ર૦૧૮માં સ્ટેટ બેંક ઈન્ડિયાના નિવૃત્ત સિનિયર કર્મચારી અને સિનિયર સીટીઝન મહાસુખભાઈ પી. પારેખ ૬૦ વર્ષથી ઉપરના ગ્રુપમાં (૧) ૧૦૦ મીટર ફીસ્ટાઈલ તરણ સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા તથા (ર) પ૦ મીટરની તરણ સ્પર્ધામાં ત્રીજા નંબરે વિજેતાની સિધ્ધિ મેળવેલ છે અને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર પણ મેળવેલ છે તેમજ હવે રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં પણ પસંદગી મેળવેલ છે.