રાજુલા માર્કેટયાર્ડ ખાતે આજે તાલુકા ભાજપ કારોબારીની અતિ અગત્યની બેઠક યોજાઈ. જેમાં સાંસદ નારણભાઈ કાછડીયા, પ્રદેશ ભાજપ કોર કમિટી તેમજ પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, તાલુકા પંચાયત માજી તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, જિલ્લા પંચાયતના સુકલભાઈ બલદાણીયા, નાજાભાઈ પીંજર, અરજણભાઈ લાખણોત્રા, તાલુકા ભાજપ મંત્રી કનુભાઈ ધાખડા, જિલ્લા યુવા ભાજપ મંત્રી વનરાજભાઈ વરૂ, કમલેશભાઈ મકવાણા, તાલુકા સરપંચ એસોસીએશન પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા, રાજાભાઈ શિયાળ, તાલુકા સદસ્ય પ્રતાપભાઈ મકવાણા, પરેશભાઈ લાડુમોર, ભાવનાબેન બાંભણીયા, અરજણભાઈ વાઘ, તખુભાઈ ધાખડા, પ્રતાપભાઈ સરપંચ ઉચૈયા, મનુભાઈ ધાખડા જાપોદર સરપંચ, ચૌહાણભાઈ સહિતના તાલુકાભરના આગેવાનોની ઉપસ્થિતિમાં સાંસદ નારણભાઈ કાછડીયા શું કહે છે. બ્લોક બનાવવો નારણભાઈના નિવેદનમાં કહેલ કે ભાજપ સંગઠનને વધુ મજબુત બનાવવા રાજુલા-જાફરાબાદ-ખાંભા તાલુકાના દરેક ગામોમાં આગામી તારીખ ૭ થી સવારથી જ ગામોના પ્રવાસે જઈ દરેક ગામોની જનતાની રૂબરૂ મુલાકાત લઈ તેમના દરેક પ્રશ્નો સાંભળી તેના નિરાકરણની કાર્યવાહી કરાશે. હીરાભાઈ સોલંકીએ કહેલ કે ભાજપ સરકાર દ્વારા રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકામાં કરોડો રૂપિયાના કામો થયા છે અને થતા જાય છે પણ કોંગ્રેસને તે દેખાતું નથી અને જ્યાં જ્યાં મંજુર થયેલ રોડ રસ્તાઓ ભાજપ સરકારમાં અમોએ ધારદાર રજૂઆતો ધારાસભામાં મુકુલ હોય અને જે જે રોડ રસ્તાઓના ખાતમુર્હુતો કરવા કોંગ્રેસ દોડી જાય છે જે જનતાને ગેરમાર્ગે દોરી પોતે જશ ખાટવા કાર્યો કરે છે.