કોંગ્રેસ રાજકીય રીતે બેકાર બની એટલે બેકારી યાદ આવે છે : રૂપાણી

727
guj1162017-5.jpg

વિજયભાઇ રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે રાહુલ ગાંધીએ રોજગારીને લઇને ટ્‌વીટ કર્યું હતું કે ગુજરાતમાં ૩૦ લાખ યુવાનો બેરોજગાર છે. તેના જવાબમાં રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજકીય રીતે બેરાક બની ગઇ છે એટલે બેકારી યાદ આવે છે.
વિજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઇ હવે મુદ્દા રહ્યા નથી. જ્યારથી નરેન્દ્રભાઇ મોદી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, ડીઝીટલ ઇન્ડિયા, ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર વિરૂધ્ધ જંગ છેડ્યો છે. કોંગ્રેસે ૬૦ વર્ષ સુધી જેશમાં રાજ કર્યું. જેમાં ભ્રષ્ટાચાર સિવાય કંઇ કર્યું નથી. 
વિજયભાઇએ આગળ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ કહેતા ખાતા નથી અને ખાવા દેતો નથી. એટલે ઘણા બધા ખાધા-પિધા વગરના છે, બેકારો છે. આને લીધે  રાજકીય રીતે કોંગ્રેસ બેકાર થઇ ગઇ છે. હું દાવા સાથે કહીશ કે, કોંગ્રેસને બોલવાનો અધિકાર નથી. આખા ભારતમાં છેલ્લા ૧૪ વર્ષથી હાઇસ્ટ રોજગારી આપતું રાજ્યમાં ગુજરાત નંબર વન છે.

Previous articleઅનામત મુદ્દે સુધારા વિકલ્પ સોનિયાને સુપ્રત
Next articleકાયદો અને વ્યવસ્થાની જવાબદારી માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ તૈયાર