ભાવનગર જિલ્લા જેલના ચાર કેદીઓને સરકારે મુક્ત કર્યા

1986

પુજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના ગ્રુહ વિભાગની ગાઈડ લાઈન અને ગુજરાત સરકાર ગ્રુહ વિભાગના ઠરાવ અનુસાર જેલોની વડી કચેરી દ્વારા ખાસ માફી આપવાનું ઠરાવવામાં આવેલ જે બાબતે ભાવનગર જિલ્લા જેલના પાત્રતા ધરાવતા ૦૪ પાકા કેદીઓ વિનોદભાઈ મોહનભાઈ ધુમડીયા, શિવાભાઈ નાનુભાઈ રાઠોડ, સવજીભાઈ અરજણભાઈ ધુમડીયા, સહદેવભાઈ ભુપતભાઈ રાઠોડ પ્રત્યે રાજ્ય સરકારે માનવીય સંવેદના દાખવી જેલ મુકત કર્યા છે.

જેલમુક્ત થયા બાદ આ કેદીઓ તેમનું જીવન સારી રીતે જીવે તે માટે તેમને સરકારી ખર્ચે જેલ પ્રશાસન દ્વારા મહાત્મા ગાંધીજી વિશેનું એક પુસ્તક આપવામાં આવ્યુ હતુ તેમ જે.આર. તરાલ, અધિક્ષક જિલ્લા જેલ ભાવનગરે જણાવ્યુ છે.

Previous articleરાજુલા માર્કેટયાર્ડ ખાતે તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી
Next articleમારામારીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો