ઘોઘા તાલુકાના કરેડા ગામે આવેલ વિશાળ તળાવનું પાણી હાલના અછતના સમય દરમ્યાન પિયત અર્થે છોડવાની માંગ ઘોઘા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે. જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પાણી છોડવા માંગ કરવામાં આવી છે. તળાવનું પાણી કેનાલમાં છોડવાથી અંદાજે ૭ ગામથી વધુના ખેડુતોને ફાયદો થાય તેમ હોય આ બાબતે સત્વરે નિર્ણ્ય લેવા માંગ કરી છે.