છેલ્લા ત્રણ વર્ષથી અપહરણના એક ગુન્હા સબબ પોલીસ ચોપડે નાસતા ફરતા આરોપીને ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ બાતમી આધારે ઝડપી લઈ ડી ડીવીઝન પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આજથી ૩ વર્ષ પૂર્વે મહુવા પોલીસ મથકમાં વરતેજ તાબેના ઉંડવી ગામે રહેતા રમેશ કલા પાળદિયા ઉ.વ.ર૪ વિરૂધ્ધ આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધાયો હતો ત્યારબાદ આ આરોપી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હોય જેમાં આજરોજ એસઓજી ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે શહેરના બોરતળાવ સરીતા સોસાયટીના નાકા પાસેથી ઝડપી લઈ ડી ડીવીઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.