શહેરના તિલકનગર વિસ્તારમાંથી એક વૃધ્ધનું અપહરણ કરી તેની પાસેથી સોનાનો ચેઈન, મોબાઈલ તથા રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છુટેલ બે શખ્સોએ એસઓજી ટીમએ ઝડપી લઈ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો છે.
સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વૃધ્ધ ઘનશ્યામભાઈ દલપતભાઈ ત્રિવેદી ગત તા.૩-૧૦ના રોજ તિલકનગર વિસ્તારમાંથી સ્કુટર લઈ પસાર થઈ રહ્યાં હતા તે વેળા લારી પર ભુંગળા-બટેટાનો નાસ્તો કરી રહેલ બે યુવાનો સાથે વૃધ્ધનું સ્કુટર અથડાતા બન્ને શખ્સોએ વૃધ્ધનું અપહરણ કરી વિક્ટોરીયા પાછળ આવેલ નિર્જન જગ્યાએ લઈ જઈ વૃધ્ધે પહેરેલ સોનાનો ચેઈન રોકડ તથા મોબાઈલની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. જે સંદર્ભે વૃધ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે એસઓજી ટીમએ ચોક્કસ બાતમી આધારે સરફરાજ ઉર્ફે ઈમરાન ઉર્ફે સકુ ઈસ્માઈલ કુરેશી રે.આખલોલ જકાતનાકા પાસે ઈન્દીરાનગર તથા નિલેશ બળવંત વ્યાસ રે.ઈન્દીરાનગરવાળાને ઝડપી લઈ વૃધ્ધ પાસેથી લૂંટેલ સોનાનો ચેઈન, મોબાઈલ તથા રોકડ મળી કુલ રૂા.ર૭,૭પ૦નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને વિરૂધ્ધ આઈપીસી એક્ટ ૩૬પ, ૩૯ર, ૩૪ર, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.