ખરેખર આજના સમયમાં બોલવામાં પ્રેમ સમગ્ર જગ્યાએ દેખાય છે જયારે અનુુભૂતિનો પ્રેમ ખુબ જ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિએ પ્રેમની સંસ્કૃતિ છે પ્રેમને માત્ર સંસ્કૃતિની અલગ વ્યાખ્યામાં રાખીને કયારેય વૈશ્વિક પ્રેમને ચરિતાર્થ કરી શકાતો નથી સાચા અર્થમાં માંના ગર્ભમાં રહેલા બાળકથી વૃધ્ધ થતા મનુષ્યની મુખ્ય લાગણી કહી શકાય છે. આજનો માનવી પ્રેમને માત્ર અન્ય લાગણીમાં વિચારે તો યાદ રાખજો કે આ વિકૃતિના મંડાણ છે.
પ્રેમની શરૂઆત બાળક પ્રથમ માતા-પિતાથી કરે છે. વિશ્વની સૌથી મોટી શક્તિ તરફથી મળતો પ્રેમ પરમાત્માની પ્રાપ્તિ કહી શકાય છે. પુર્ણ તત્વ કોઈએ જોયા નથી જયારે મા-બાપના પ્રેમથી વિશેષ કોઈ પ્રેમતત્વની પ્રાપ્તિ નથી. જો આજના યુવક કે યુવતિ પ્રેમને પરિવારમાં સમજી જાય તો સમાજમાં પ્રેમ પામવાની પ્રક્રિયા જરૂર નથી આપણી અંદર જ અનુભવી શકાય છે.
આપણે ઘરની અંદર નાના બાળકને વૃધ્ધ દાદા-દાદી સાથે રમતી વખતે ભગવાન-ભક્તની ભાવના દેખાય છે. આ માત્ર પ્રેમ જ આપી શકે છે. કૃષ્ણ અને મીરા, કૃષ્ણ અને રાધા કે કૃષ્ણ અને સુદામાં આ બધા પ્રેમની પરિપકવતા કહી શકાય છે. આપણી અંદરના દેવત્વને જગાડીને શિવ સુધી પહોંચવા માટે પ્રેમની અનુભુતિ ખુબ જરૂરી છે.
પ્રેમને પામવા માટે એકબીજાની અનુભુતિ ખુબ જ જરૂરી છે. પ્રેમી માણસ સાત્વીક પ્રેમત્વને પામવા માટે પરંપરા પ્રમાણે પોતાના ગણીને પહોંચવાની પ્રેરણા કહી શકાય છે. ચાલો એક કૃષ્ણ કે શિવને ભક્તિ તથા પ્રેમની વ્યાખયામાં સમજીએ તો ચોકકસ કહી શકાય છે કે મારી પ્રાપ્તિ ભક્તિ અને પ્રેમથી થાય તેવું પરમાત્મા કહેતા હશેભ ગવાનને મળવું સહેલું નથી જયારે કોઈને સેવા, અનુભુતિ કે પ્રેમ દ્વારા હૃદય સુધી પહોંચી જવાની પધ્ધતિ છે. નરસિંહની ભક્તિમાં કૃષ્ણત્વની પ્રેમાળ ઝાંખી છે.
આજના માનવીઓ ચોકકસ વિચાર હશે તે પ્રેમ આપણે જ ઠીઠરો બનાવ્યો છે. પ્રેમ શબ્દને ઠીઠરો બનાવવાથી પ્રેમની વ્યાખ્યા ઓછી થતી જયારે તેમના તરફની વૃત્તિવાળા મનુષ્ય વ્યાખ્યા અંકિત થાય છે. મારી કવિતાના શબ્દો યાદ આવે છે.
માતૃત્વની મૂર્તિ, પ્રેમીકાની પ્રતિતી,
ભ્રાતાની ભાઈબંધી, સુંગાથની સંહિતા
પ્રેમ નિખરે તેવી દેવત્વીય અનુભૂતિ
આમ સૌ સમજીએ કે પ્રેમએ પરમાત્માની પ્રાપ્તની પ્રેરણા છે.