ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં ગુજરાતમાં પ્રાચર જોરશોરથી ચાલી રહ્યો છે અને બંને પક્ષે સારુ પ્રદર્શન કરવાની જાહેરાતો કરવામાં આવે છે. ભાજપ કહે છે કે કઈં પણ થાય અમે ૧૫૦+ બેઠકો મેળવશું જ તો કોંગ્રેસ કહે છે કે ૧૫૦ તો શું ૧૦૦ પણ કદાચ ભાજપને નહિં આવેપ હારી જશે. જનતા જ સુપ્રીમ છે પણ અકળ મતદારોના મનમાં શું છે તેનો અંદાજ સામાન્યરીતે સત્તાબજારમાં ચાલતા ભાવ પરથી મેળવવામાં આવે છે. સટ્ટા બજારનું ગણિત શું કહે છે તે પણ એક મુદ્દો બની રહે છે. જોકે એમ પણ માની લેવાની જરૂર નથી કે તેમની ધારણા પ્રમાણે જ થશે. કારણકે રાજ્યસભાની ચૂંટણીમાં બૂકીઓ ઉંધા માથે પડકાયા હતા. અને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. તેમની તમામ ધારણા ખોટી પડી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વિેશે વાત કરીએ તો કેટલાંક લોકો માને છે કે આ વખતે ભાજપવા વળતાં પાણી છે અને જશે. તો કેટલાંક લોકો માને છે કે આ વખતે હજડું પણ ભાજપને એક તક છે. ભાજપ માટે આ છેલ્લી તક છે. પાતળી સરસાઈથી ભાજપ જીતશે. જ્યારે મામલે ગુજરાતના બુકીઓ રોકડી કરવામાં વ્યસ્ત છે. તેમણે ફોન અને લેપટોપ દ્વારા પોતાની ગુપ્ત ઓફિસો ચાલવી રહ્યાં છે. આ મામલે કામનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સટ્ટાબજાર એવું અનુમાન ધરાવે છે કે ભાજપને ૧૦૨થી ૧૦૫ બેઠકો મળશે. કોંગ્રેસને ૬૨થી ૬૬ બેઠકો મળશે. સટ્ટાબજારમાં ભાજપનો ભાવ ૬૫થી ૭૦ રૂપિયા ચાલે છે તો કોંગ્રેસનો ભાવ હાલ ૧૦૦ રૂપિયા છે. જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ ભાવમાં પણ ઉથલ પાથલ અને વધારો ઘટાડો જોવા મળશે.
જો કે કેટલાંક સટ્ટોડિયાઓ એવું પણ માને છે કે ગુજરાતમાં કોંગ્રેસની જીતની શક્યતા વધારે છે. તે રીતે કોંગ્રેસ પર વધારે દાવ લગાવી રહ્યાં છે. આમછતાં સટ્ટાબજાર દ્વારા એવું ચિત્ર ઉભું કરવામાં આવ્યું છે કે ભાજપની જીતની શક્યતા વધારે છે. જો લોકો કોંગ્રેસ પર વધારે દાવ લાગવે તો સટોડિયાને રોવું પડે તેથી જાણી જોઈનેભાજપની બેઠક વધારે આવશે તેમ બતાવીને લોકોને ભાજપ પર દાવ લગાવવા માટે ઉશ્કેરવામાં આવે છે તેવી માહિતી પણ મળી છે. પરિણામ જે આવે તે પણ ગુજરાતની ચૂંટણીને લઈને બુકીઓ ભારે રસ દાખવી રહ્યાં છે. આવનારા દિવસોમાં હજારો રૂપિયાનો સટ્ટો ચૂંટણીના પરિણામ પર લાગશે.