રફાલ ડીલ મામલે અનિલ અંબાણીનું નામ સામે આવતા કોંગ્રેસે સરકાર અને અનિલ અંબાણીની કંપનીને ઘેરવાની શરૂઆત કરી છે. ત્યારે તાજેતરમાં ભારતે રશિયા સાથે કરેલી એસ-૪૦૦ ડીલમાં અનિલ અંબાણીની કંપની પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ ૨૦૧૫માં નરેન્દ્ર મોદીએ મોસ્તોની યાત્રા દરમ્યાન રિલાયન્સ ડિફેન્સે રૂની અસ્માજ-આંટે સાથે ૬ અરબ ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
અલ્માજ-આંટે રોસોબોરોનક્સપોર્ટની સહાયક કંપની છે. આ કંપની એસ-૪૦૦નુ નિર્માણ કરવામાં મોખરે છે. ૨૪ ડિસેમ્બર ૨૦૧૫માં રિલાયન્સ ઈન્ફ્રા લિમિટેડે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમની મંજૂરી આપી ૬ અરબ ડોલરના વ્યાપારની તક આપી છે.
પ્રેસ કોન્ફરન્સમાં અનિલ અંબાણીએ જણાવ્યુ હતું કે, એસ-૪૦૦ મિસાઈલ ડીલથી ભારત અને રશિયા વચ્ચે સંબંધ વધારે મજબૂત બનશે. મહત્વનું છે કે, મિસાઈલ ડીલમાં અનિલ અંબાણીનું નામ સામે આવતા મોદી સરકારની મુશ્કેલી વધી છે.