મન કા મીત ફિલ્મની સાથે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો

1463

હિન્દી સિનેમાના સુપરસ્ટાર વિનોદ ખન્નાના જન્મદિવસે ચાહકોએ તેમને યાદ કર્યા હતા. છટ્ઠી ઓક્ટોબર ૧૯૪૬ના દિવસે જન્મેલા વિનોદ ખન્નાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ટોલ, ડાર્ક અને હેન્ડસમ સ્ટાર તરીકે ગણવામાં આવતા હતા. તમામ ચાહકોએ તેમને આજે યાદ કર્યા હતા. બોલિવુડમાં ૧૯૭૦ અને ૧૯૮૦ના દશકમાં લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચેલા વિનોદ ખન્નાએ બોલિવુડ કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૬૮માં ફિલ્મ મન કા મિત મારફતે કરી હતી. મેરે અપને, મેરા ગાંવ મેરા દેશ, ગદ્દાર, જેલયાત્રા, ઈમ્તીહાન, ઈનકાર, મુકદ્દર કા સિકંદર, કચ્ચે ધાગે, અમર અકબર એન્થોની, રાજપુત, કુરબાની, કુદરત, દયાવાન, સૂર્યા, સત્યમેવ જયતે, ઈન્સાફ જેવી સુપર હિટ ફિલ્મોમાં વિનોદ ખન્નાએ ભૂમિકા અદા કરી હતી. બોલિવુડ ફિલ્મના અભિનેતા અને નિર્માતા વિનોદ ખન્ના છેલ્લા કેન્સરથી ગ્રસ્ત થઇ ગયા હતા અને એપ્રિલ ૨૦૧૭માં તેમનુ અવસાન થયુ હતુ.  ૧૯૬૮માં ફિલ્મમાં એન્ટ્રી કરતા પહેલા ખન્નાએ નેગેટીવ રોલ અને બીજા નાના રોલ કર્યા હતા. મેરે અપને ફિલ્મ મારફતે વિનોદ ખન્નાએ શાનદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ ધર્મેન્દ્ર અભિનિત મેરા ગાંવ મેરા દેશ સાથે લોકપ્રિયતા જગાવી હતી. આ ફિલ્મમાં મુખ્ય વિલન તરીકેની ભૂમિકામાં વિનોદ ખન્નાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના ચાહકોમાં લોકપ્રિયતા મેળવી હતી. ૧૯૮૨માં જ્યારે વિનોદ ખન્ના પોતાની કેરિયરમાં સર્વોચ્ચ ઉંચી સપાટી પર હતા ત્યારે એકાએક તેમના ધાર્મિક ગુરૂ ઓશો રજનીશના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી એકાએક છોડી દઈને કરોડો ચાહકોને ચોંકાવી દીધા હતા. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ વિનોદ ખન્ના પરત ફર્યા હતા અને બેક ટુ બેક ઈન્સાફ અને સત્યમેવ જયતે જેવી હીટ ફિલ્મો આપી હતી. બોલિવુડમાં મોસ્ટ હેન્ડસમ અભિનેતા પૈકીના એક તરીકે તેમની ગણતરી થતી હતી.

Previous articleકાજોલ બહુ ખર્ચાળ પત્ની નથી, હું લક્કી છું : અજય દેવગણ
Next articleસત્યના પ્રયોગો કાર્યક્રમમાં સહભાગી થતાં મુખ્યમંત્રી