કેબલ સળગાવી કોપર કાઢીને ૪૮ હજારની મત્તાની ઉઠાંતરી

802
gandhi7112017-8.jpg

પાલૈયા ગામની સીમમાં આવેલ ૭ ખેતરોમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરોએ ખેતરોના બોરકુવા પર લાગેલા કેબલો તેમજ ફ્યુઝની ચોરી કરી હતી. જયારે કંતાનના કોથળાના ગોડાઉનનું શટર ખોલી બટાકા ભરવાના ૫૦ નંગ બારદાનની ચોરી સહિત કુલ રૂા.૪૭,૭૫૦ના મુદ્દામાલની ચોરી અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.પાલૈયાની સીમમાં એક જ રાતમાં સાત ખેતરના બોરકુવા પર વાયરોની ચોરી થતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.
દહેગામ નજીક પાલૈયફા ગામ ખાતે રહેતા અને બાયડ રોડ પર પાલૈયાની સીમમાં ખેતર ધરાવતાં નારણભાઇ કરશનભાઇ પટેલના બોરકુવાની ઓરડીનો દરવાજો ખુલ્લો હોવાથી ગામના પશાભાઇ વિઠ્ઠલભાઇએ ફોનથી જાણ કરી હતી. નારણભાઇ તેમના ખેતરમાં પહોંચી ને જોયુતો ઓરડીમાં પેનલ બોર્ડથી બોર સુધીનો કેબલ વાયર કપાયેલો હતો.તેમજ ફ્યુઝની પણ ચોરી થઇ હતી. નારણભાઇના ખેતર ઉપરાંત નજીકમાં આવેલ પશાભાઇ પટેલ, મનોજભાઇ પટેલ, અંબાલાલ પટેલ, જશુભાઇ પટેલ, સંજયભાઇ પટેલ તેમજ કેતનભાઇના બોરકુવાની ઓરડી પર પણ કેબલો કાપીને તસ્કરોએ શિયાળાની શરૂઆત કરી ચોરી કરી ગયા હોવાનું જણાયુ હતુ.જયારે હેમેન્દ્રભાઇ પટેલના ખેતરમાં બનાવેલ ગોડાઉનુ શટર ઉંચુ કરી બટાકા ભરવાના ૫૦ નંગ કંતાનના થેલાઓની પણ ચોરી થઇ હતી. કેબલ ચોરોએ કંતાન સળગાવી ખેતરમાં જ વાયરો બાળી તાંબુ કોપર અલગ કર્યુ હતુ. આ બનાવની જાણ અન્ય ખેડૂતોને થતાં તેઓ પણ પોતાના ખેતરમાં દોડી આવ્યા હતા. પાલૈયાની સીમમાં કેબલ વાયરની કુલ રૂા.૪૭,૭૫૦ અંગેની ચોરીની ફરિયાદ નારણભાઇ પટેલે દહેગામ પોલીસ મથકમાં નોંધાવી છે.એક જ રાતમાં સાત ખેતરો માંથી કેબલ વાયરોની ચોરીના બનાવથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

Previous articleભાજપને ૧૦૨ થી ૧૦૫ સીટ મળશે : સટ્ટાબજાર
Next articleમનપા દ્વારા ફરી એકવાર મિલકતવેરાની કડક ઉઘરાણી કરાશે