સ્વાઈન ફ્લુથી વધુ ત્રણના મોત : ૫૦થી વધુ નવા કેસ

578

અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણના મોત થયા હતા. જે પૈકી સુરતમાં બે અને ગીર સોમનાથમાં એકનું મોત થયું હતું. કીલર સ્વાઈન ફ્લુના સકંજામાં આવેલા ૩૬૬ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ૫૧ નવા દર્દીઓ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાઈ ગયા છે. સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા વધીને ૯૭૫ ઉપર પહોંચી ચુકી છે. ગુજરાતમાં જુદા જુદા ભાગોમાં સંબંધિત વિભાગો દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં દરરોજ નવા નવા કેસ સ્વાઈન ફ્લુના સપાટી પર આવી રહ્યા છે. સપ્ટેમ્બરથી સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો ૨૭ ઉપર પહોંચ્યો છે. જ્યારે હજુ સુધી સ્વાઈન ફ્લુના કારણે ૩૮ થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાતમાં રાજ્ય સરકાર તરફથી હજુ સુધી ૨૨ના મોત થયા હોવાના આંકડા અપાયા છે. ઓક્ટોબર મહિનામાં ૬ દિવસના ગાળામાં જ ૧૮થી વધુના મોત થયા છે. વડોદરા, સુરતની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ સ્વાઈન ફ્લુના અનેક કેસો નોંધાઈ ચુક્યા છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે સ્વાઇન ફ્લુનો આતંક જોરદાર રીતે જારી રહ્યો છે. એકલા સપ્ટેમ્બરમાં સૌથી વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા હતા. સ્વાઇન ફ્લુના કારણે જે મોત થયા હતા તે પૈકી બે તૃતિયાશ મોત આ સપ્ટેમ્બર મહિનામાં થયા હતા. જ્યારે જે કેસો નોંધાયા છે.

તે પૈકી ૮૪ ટકા કેસો પણ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા હતા. સેંકડોની સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી લઇને ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૩૮ મોત થયા હતા. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં પણ સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લુની સારવા માટે ખાસ વ્યવસ્થા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ગુજરાતમાં જુદી જુદી સરકારી હોસ્પિટલમાં સાવચેતીના તમામ પગલા લેવામા આવી રહ્યા છે.

Previous articleઅમદાવાદના મહાત્વાકાંક્ષી મેટ્રો પ્રોજેકટના મોક-અપ કોચનું અનાવરણ કરતાં મુખ્યમંત્રી
Next articleગુજરાતની વધુ ત્રણ નવી પશુઓલાદને રાષ્ટ્રીય માન્યતા મળી