માંડલ ખાતે આવેલા ખંભલાય માતાજીના મંદિરે આગામી દિવસોમાં યોજાનારા ખંભલાય યંત્રમ્ અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
માંના ચરણ કમળમાં આસો સુદ ત્રીજ, તા.૧૪-૧૦-ર૦૦૭ને ગુરૂવારના રોજ સુવર્ણમાંથી નિર્મિત ખંભલાય યંત્રમ્ની પ્રાણ પ્રતિષ્ઠામાંના લાખો નિર્વાણ મંત્ર સાથે સંપન્ન કરવામાં આવી હતી. આ પરમ શક્તિશાળી ખંભલાય યંત્રમ્ની પૂજા અને દર્શન વર્ષમાં માત્ર એક જ દિવસ થઈ શકે છે. જે પરમ પવિત્ર દિવસ આ વર્ષે તા.૧ર-૧૦-ર૦૧૮ શુક્રવાર આસો સુદ ત્રીજ (નવરાત્રિના ત્રીજા નોરતે) આવશે. આ દિવસનો લાભ લેવા માંગતા સગોત્રી ભાઈઓએ આગલા દિવસે માંડલ ધામ ખાતે પહોંચી તેમજ આ ઉપરાંત આસો સુદ-આઠમના દિવસે માતાજીના એક હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય આ હવનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.