ખેલમહાકુંભમાં તાલુકા કક્ષાએ વિજેતા બની મહુવાની બેલુર વિદ્યાલયના બાળકો દ્વારા જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું
જિલ્લાકક્ષાએ ટેકવેન્ડો-યુ-૧૭માં કુચા ચિરાગ પ્રથમ રહેલ. વકાણી ઉર્વી યુ-૧૭માં પ્રથમ સ્થાન પર રહેલ. ટેબલટેનિસમાં પટેલ શ્રેય અને બેડમિન્ટનમાં ઉપાધ્યાય તિર્થ અગ્રેસર રહેલ તથા લોન ટેનીસમાં રાજ્ગુરૂ દિવ્ય પ્રથમ સ્થાને રહેલ તે સાથે સાથે પંડ્યા હર્ષ અને પંડ્યા ઋષિ પણ શ્રેષ્ઠ સાબિત થયા હતા. સ્કેટીંગ સ્પર્ધામાં ક્યુયુએડી ૧૦૦૦ મીટર રેસમાં મકવાણા જેનીસ પ્રથમ, જોળીયા રાહુલ દ્વિતિય, વણજર ભાર્ગવ દ્વિતિય, વાઘ માધવ તૃતિય રહેલ અને પ૦૦ મીટર રેસમાં બલદાણીયા મિલન તૃતિય રહેલ તથા ઈનલાઈન ૧૦૦૦ મીટર રેસમાં કાતરીયા નયન પ્રથમ, દ્વિતિય સ્થાન પર જોશી યશ અને ભુત ઓમ, તૃતિય સ્થાન પર પટેલ મીત રહેલ. બહેનોના વિભાગમાં ક્યુયુએડી ૧૦૦૦ મીટરમાં રેસમાં હડિયા વિશ્વા પ્રથમ, હડિયા પ્રિયંકા દ્વિતિય અને રાજ્યગુરૂ ખુશી તૃતિય આવેલ. ઈનલાઈન ૧૦૦૦ મીટરમાં કલસરીયા ભુમિ અને સાવલીયા સિધ્ધિ પ્રથમ, પરમાર વિધિ દ્વતિય અને દેસાઈ દેવલ તૃતિય સ્થાન પર વિજેતા બનેલ.