જિલ્લાભરમાં સ્વાઈન ફ્લુની અસર વધતી જાય છે અને બિમારીનું પ્રમાણ વધવા લાગ્યું છે માટે બાળકોને રોગોથી બચવા માટે ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા પોતાના વર્ગના તમામ બાળકોને આયુર્વેદિક રક્ષા કવચ બાંધી અને સ્વસ્થ બાળક અંતર્ગત પ્રવૃત્તિ કરાવી પોતાના ઘરે પણ પોતાના માતા-પિતાને સ્વચ્છતા સાથે સ્વસ્થતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જરૂર જણાયે આગામી સમયમાં સ્વાઈન ફ્લુ સામે રક્ષણ આપતો ભુવડ ઉકાળો પણ પાલીતાણાની જનતાને વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.