દેશમાં વાહનોની સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ પ્રદુષણનો ગ્રાફ પણ ઉંચો જઇ રહ્યો છે. જ્યારે હેટીટેજ બિલ્ડીંગોની ઝાંખપમાં વધારે ઝાંખાસ આવતી જાય છે. ત્યારે સ્કૂલ ઓફ લીબરલ સ્ટડીઝ દ્વારા પીડીપીયુ કોલેજથી અંબાપુર અને કોબા સુધી સાઇકલ રેલી યોજામાં આવી હતી. કોલેજના નીતા ખુરાનાએ કહ્યુ કે, લોકોને પુનઃ સાઇકલ સાથે જોડવાનો અને હેરીટેજ બિલ્ડીંગોના પ્રચારના ઉદ્રેશ સાથે સાઇકલ રેલી યોજી હતી.
એક સમયમા માટે નવી સાઇકલની ખરીદી કરી હોય તો પણ લોકો મીઠાઇ વહેચતા હતા. પરંતુ હવે જમાનો બદલાયો છે, લોકો કાર અને બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છે. તેવા સમયે શહેરની સ્કૂલ ઓફ લીબરલ સ્ટડીઝના વિદ્યાર્થીઓએ હેરીટેજ બિલ્ડીંગની માવજત અને વધતા પ્રદુષણને રોકવા માટે એક સાઇકલ રેલી યોજી હતી. ૨૩.૬૭ કીમીની સાઇકલ રેલીમા કોલેજના ૩૦ વિદ્યાર્થી જોડાયા હતા. જે વિદ્યાર્થીઓએ વાવને પહેલીવાર જોલ હતી તેઓ દંગ બની ગયા હતા.
પ્રોગ્રામ કો ઓડીનેટર નીતા ખુરાના, ખુશાલી પુરોહિતે કહ્યુ કે, ગાંધીનગર જિલ્લામાં લોકો અડાલજની વાવથી જ વાકેફ છે. જ્યારે તેની પાસે જ અંબાપુરમાં આવેલી રૂડાબાઇ વાઘેલાએ રણજિતસિંહ વાઘેલાની યાદમાં બનાવેલી વાવ આવેલી છે. જ્યારે કોબામાં પણ એક વાવ આવેલી છે. ત્યારે લોકો આ વાવને પણ જોવા જાય અને હેરીટેજ સ્થળ તરીકે તેની જાળવણી કરે તે માટે રેલી યોજી હતી.
વિદ્યાર્થી કૌશિક પટેલે કહ્યુ કે, લોકો એક કીમીના કામ માટે પણ કારનો કે બાઇકનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે પુનઃ સપ્તાહમાં એક દિવસ પણ સાઇકલ ચલાવવાની આદત પાડે તો આરોગ્ય સારૂ રહે અને પ્રદુષણમાં પણ ઘટાડો થાય.