બોટાદ જીલ્લાના રાણપુરમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત બાળકોને લંચબોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણાએ જણાવ્યુ હતુ કે રૂક્ષ્મણીબેન અમૃતલાલ શેઠ બાલમંદીરના નાના બાળકોને લંચબોક્સ આપવામાં આવ્યા છે આ લંચબોક્સ કુસુમબેન ભુપેન્દ્રભાઈ દવે તરફથી ૧૦૦ કરતા પણ વધારે બાળકોને લંચબોક્સ આપવામાં આવ્યા જ્યારે બાલમંદીરમાં લંચબોક્સ નુ વિતરણ ચાલુ હતુ ત્યારે નાના બાળકોમાં એટલો ઉત્સાહ હતો કે બાળકો લંચબોક્સ લઈને બાળકો હસતા હતા આનંદમાં કીલ્લોર કરતા હતા આ દ્રશ્ય જોઈને લંચબોક્સના દાતા કુસુમબેન ભુપેન્દ્રભાઈ દવેના પરિવારના સભ્યોના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા.આ પરિવાર તરફથી અવારનવાર બાળકોને કંઈક ને કંઈક ભેટ આપવામાં આવે છે જેનુ અમને ગૌરવ છે.