લાઠી ખાતે તાલુકામાં વિવિધ પ્રશ્નો અંગે સંકલન સમિતિ બેઠક મળી

634

લાઠી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંકલનની મીટીંગ મળી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા, દામનગર નગરપાલિકા પ્રમુખ સહિત ગ્રામ્ય વિસ્તારોના સરપંચોની વિશાળ હાજરી જોવા મળી હતી. પ્રાંત અધિકારીની કચેરી ખાતે સંકલનની મીટીંગ તાલુકાભરના વિવિધ પ્રશ્નો હોય તેથી દરેક સરકારી કચેરીમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

પાણી પુરવઠા બોર્ડ પશુપાલન વીજળી પરિવહન માર્ગ મકાન સમાજ કલ્યાણ પછાત કલ્યાણ શહેરી વિકાસ વિભાગ પોસ્ટ બેન્કિંગ સેવા પોલીસ રેવન્યુ શિક્ષણ અન્ન પુરવઠા આરોગ્ય સહિતના તંત્રની હાજરી રહેલ. ધારાસભ્ય ઠુંમર દ્વારા વીજળી પરિવહન અંગે રજુઆત કરી હતી. તાલુકા પંચાયતના જનકભાઈ તળાવીયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે એસ ટી વિભાગ દ્વારા પરિવહન માટે યોગ્ય સુવિધા આપવા રજૂઆત કરી હતી. આ સંકલનની બેઠકમાં વિવિધ પ્રશ્નો અને તમામ વિભાગમાંથી આવેલ અધિકારીઓને કાર્ય નિકાલ માટે પ્રાંત અધિકારી દ્વારા સુચના આપવામાં આવી દરેક પ્રશ્ન પ્રાંત અધિકારી દ્વારા સાંભળી જે-તે પ્રશ્ન અને તંત્ર પાસે સ્પષ્ટતા માંગી ઝડપી નિકાલ કરવા અવોકલન અભિપ્રાયો તપાસો જેવી કામગીરી ઝડપથી કરવા આદેશ અપાયા હતા.

Previous articleરાણપુર ખાતે બાલમંદિરમાં બાળકોને લંચ બોક્સ અપાયા
Next articleકેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળ્યા