ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સીટી અને કિંગડમ ઓફ લીસોથો, આફ્રીકા સાથે આજે એમઓયુ કરાર કરવામાં આવ્યા હતા. આ કરારમાં કિંગડમ ઓફ લીસોથો, આફ્રીકા વતી પોલીસ મિનિસ્ટર મેમ્ફો મોખેલે અને જીએફએસયુ વતી મહાનિયામક જે. એમ. વ્યાસ વચ્ચે આ એમઓયુની આપ-લે કરવામાં આવી હતી.
દેશ અને દુનિયામાં છેલ્લા ઘણા સમયથી આધુનિક ઢબથી ગુના આચરવામાં આવી રહ્યા છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે. આવા ગુન્હાઓ રોકવામાં તથા તેની તપાસ માટે ફોરેન્સીસ સાયન્સની ઉપયોગીતા અનિવાર્ય બની રહેલ છે, જેથી આ કરાર અંતર્ગત ફોરેન્સીસ સર્વિસને અદ્યતન તથા સુદ્રઢ બનાવવામાં આવશે. આ ઉપરાંત લીસોથો દેશના ફોરેન્સીસ નિષ્ણાંતો, પોલીસ અધિકારીઓ તેમજ જજોને ગુના સંશોધનમાં ઉપયોગમાં લેવાતી અદ્યતન ટેકનોલોજી અને પ્રશિક્ષણની વિષેની વિસ્તૃત તાલીમ અપાશે. જયારે વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે કેમ્પસમાં ચાલી રહેલા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપી તૈયાર કરવામાં આવશે. દેશના ગુન્હા નિવારણમાં નિષ્ણાતોની મદદ પુરી પડાશે.