વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘના સહાયક મહામંત્રી આરજી.કાબર, ડીવીઝનલ ચેરમેન ગીરીશ મકવાણા, ડિવીઝનલ સેક્રેટરી બી.એન. ડાભી સહિત ડેલીગેશન દ્વારા રેલ્વે બોર્ડના ચેરમેન લોહાની સમક્ષ રેલ્વે કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શનને લગતા પ્રશ્નો ઈન્સેન્ટીવ સ્કીમ, ખલાસી તથા ગૃપ-ડીના કર્મચારીઓને સાતમાં પગાર પંચ સહિતના વિવિધ પ્રશ્ને રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું જેમાં યોગ્ય કરવાની ખાત્રી આપવામાં આવેલ.