રાજસ્થાનમાં શનિવારે આચાર સંહિતા લાગુ થતા પહેલા શિરોહીમાં એટીએસ ઉદયપુર યુનિટ અને સરુપગંજ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ચાર કરોડ રૂપિયાથી વધારે બ્લેક મની પકડી છે. કરોડો રૂપિયા હરિયાણાથી ગુજરાતમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ટીમ હાલ રૂપિયાને ગણવામાં લાગી છે. એસપી જય યાદવે જણાવ્યું હતું કે સરુપગંજ હાઈવે ટોલ પ્લાસા પર શનિવારે સફેદ રંગની અર્ટિકા કારને ઉદયપુરની એટીએસ ટીમે સરુપગંજ પોલીસ સાથે મળીને અટકાવી હતી. આ કારમાં બે યુવકો સવાર હતા. કારની તલાશી લેતા તેમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા.
આ રૂપિયામાં કારમાં ગુપ્ત રીતે સંતાડવામાં આવ્યા હતા. કારમાં સવાર બે યુવકોની પુછપરછ કરી તો તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. કડક પુછપરછ કરતા કહ્યું હતું કે આ રકમ ગુડગાંવથી ગુજરાતના ડીસા લઈ જઈ રહ્યા હતા.