કોંગોઃ ઓઈલ ટેન્કર દુર્ઘટનાગ્રસ્ત થતા ૫૦ લોકો જીવતા આગમાં ભૂંજાયા

1149

કોંગોના પશ્ચિમ ભાગમાં આજે એક રાજમાર્ગ પર ઓઈલનું ટેન્કર બીજા વાહન સાથે ટકરાતા જે ભીષણ ટક્કર થઈ તેમાં ૫૦ લોકોના મોત થયા અને ૧૦૦ લોકો આગમાં ઝૂલસી ગયાં. ક્ષેત્રના કાર્યવાહક ગવર્નરે આ જાણકારી આપી હતી. એક્ટુઅલાઈટ સીડી વેબસાઈટ મુજબ કોંગો સેન્ટ્રલ ક્ષેત્રના વચગાળાના ગવર્નર અતોઉ માતાબુઆનાએ કહ્યું કે ૫૦ લોકોના મોત થયા છે અને ૧૦૦ લોકો ઝૂલસ્યા.  આ અકસ્માત રાજધાની કિન્શાસાના એટલાન્ટિંક મહાસાગરના તટ પર સ્થિત દેશના એકમાત્ર પોર્ટ મતાદી સાથે જોડનારા રાજમાર્ગ પર થયો. આ જગ્યા કિંસાતુ શહેરની પાસે છે અને રાજધાનીથી પશ્ચિમમાં લગભગ ૧૨૦ કિમી દૂર છે. સંયુક્ત રાષ્ટરના રેડિયો નેટવર્ક ઓકપી રેડિયાએ કહ્યું કે ટેન્કરમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. જે ખુબ ઝડપથી ફેલાઈ અને તેની ચપેટમાં આસપાસના ઘરો આવી ગયાં.

Previous articleરાજસ્થાનના શિરોહીમાં કારમાંથી કરોડો રૂપિયા પકડાયા, લઈ જવાતા હતા ગુજરાતમાં
Next articleરાજસ્થાનમાં આ વખતે પરંપરા બદલાશે : મોદીએ કરેલો દાવો