ઢુંઢર ગામ ખાતે દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ મામલે આજે રાધાનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરીને ભાજપ પર આક્ષેપો કર્યા હતા. અલ્પેશ ઠાકોરે સીધો આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપના કાર્યકરો ઉત્તર ગુજરાતમાંથી પરપ્રાંતિયોને ભગાડી રહ્યા છે.