23 સિંહોનાં મોતનો મામલો

1024

ગીરના જંગલમાં વિવિધ કારણોસર 23 સિંહનાં મોત બાદ અન્ય સિંહોને ચેપ ન લાગે તે માટે રસિકરણ શરૂ કરાયું છે. આ માટે ખાસ અમેરિકાથી કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ વિરોધી રસી મંગાવવામાં આવી છે. જસાધર રેન્જમાં રાખવામાં આવેલા સિંહોને આજથી વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ મામલે સીસીએફ વાઇલ્ડલાઇફ જૂનાગઢ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, રેસ્ક્યૂ કરવામાં આવેલા સિંહોનાં રસિકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે દેશ તેમજ વિદેશના ટોચના સિંહ નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. સિંહોની સુરક્ષાની બાબતને સરકાર પ્રાથમિકતા આપી રહી છે.

Previous articleઅલ્પેશ ઠાકોર : ભાજપના કાર્યકરો પરપ્રાંતિયોને ભગાડી રહ્યા છે
Next articleરાજકોટમાં એકી સાથે ઉઠી 7 અર્થી