રાજકોટમાં એકી સાથે ઉઠી 7 અર્થી

837

રાજકોટથી ચારધામની યાત્રાએ નીકળેલા યાત્રિકોની બસ શુક્રવારે સાંજે ગંગોત્રી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની મિનિબસ ઉત્તરાખંડના ભીરવાડીથી 10 કિ.મી.દૂર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. ગોઝારા અકસ્માતમાં રાજકોટના 8 વ્યક્તિ સહિત 10નાં મોત નિપજ્યા હતા. ગઇકાલે એરફોર્સના વિમાન દ્વારા મૃતદેહોને રાજકોટ લવાયા હતા. જેમાં ગઇકાલે એક વ્યક્તિને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે આજે એકી સાથે 7 અર્થી ઉઠતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અંતિમયાત્રામાં સીએમના પત્ની અંજલીબેન રૂપાણી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

તમામ મૃતકો રાજકોટથી ચારધામની યાત્રા પર નીકળ્યા હતા. શુક્રવારે સાંજે યાત્રિકો ગંગોત્રી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ઉત્તરાખંડના ભીરવાડીથી આશરે 10 કિલોમીટર દૂર મિનિબસ 60 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં રાજકોટના સાત લોકો સહિત કુલ નવ લોકોનાં મોત થયા હતા. બાદમાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત થતાં રાજકોટનો મૃત્યાંક આઠ થયો છે.

Previous article23 સિંહોનાં મોતનો મામલો
Next articleચાર દિવસથી સજ્જડ બંધ માઉન્ટ આબુ ચૂંટણી જાહેર થતાં ધમધમ્યું