કોન બનેગા કરોડપતિના સ્ટેજ પર અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટ્સને સવાલની સફર કરાવાની સાથે તેમના સ્વપ્નોની મંજિલ સુધી પહોંચાડે છે. આ સમય દરમિયાન કેટલીક ખુશીના તો કેટલીક દુઃખની ક્ષણો પણ આવે છે. પરંતુ આવો સમય ક્યારેક જ આવે છે, જયારે મહાનાયકની આંખમાં નિરાશા છવાઈ જાય અને ગળા માંથી અવાજ પણ નથી નીકળી શકતો. ખરેખર આ સાંભળવાથી તમને બીગ બીના કોઈ ફિલ્મનો સીન હોય તેવું લાગશે પરંતુ આ હકીકત છે. તાજેતરમાં જ કેબીસીના નવા એપિસોડ માટેનો એક પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો. જેમાં અમિતાભ બચ્ચનના જીવનનું એક મહત્વપૂર્ણ પાસુ દર્શાવવામાં આવ્યું, જેને જોઈને દર્શક પણ ભાવુક બની ગયા હતા.
હકીકતમાં તાજેતરમાં જ રીલીઝ થયેલા પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેબીસીનો મંચ તૈયાર છે, સામે જ એક મહિલા કન્ટેસ્ટન્ટ હોટ સીટ પર છે. ત્યારે જ મંચ પર અમિતાભને તાળીઓની ગુંજ સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે.
જન્મદિવસની શુભેચ્છાઓ વચ્ચે ફરીથી પ્રસરે છે સન્નાટો અને એક અવાજ ગુંજી ઉઠે છે. આ અવાજ એક મહિલાનો છે. જે કવિતા ગાઈ રહી છે.
કેબીસીના મંચ પર ફેલાયેલું મૌન અમિતાભના આવજથી તૂટે છે, તેઓ બસ આટલું જ કહે છે, “આ માનો આવાજ છે.” અમિતાભ બચ્ચનની કેટલીક તસવીરો એક વિડીયો અને માના અવાજમાં ગાયેલી કવિતા સાંભળીને દર્શક પણ ભાવુક નજર આવે છે.