એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને નાના પાટેકરનો વિવાદ છેલ્લા થોડાક સમયથી વકર્યો છે, રાખી સાવંતે આને તનુશ્રીનો પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો હતો. રાખીએ કહ્યું હતું કે, તનુશ્રી આ બધુ એટલા માટે કરી રહી છે કેમકે તેને બિગ બૉસ ૧૨ના ઘરમાં એન્ટ્રી જોઇએ છે. આ મામલે હવે તનુશ્રીએ પોતાનું મૌન તોડ્યુ છે
એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તનુશ્રીએ કહ્યું કે, “એવું વિચારવું એકદમ ખોટુ છે કે હું આ બધુ બિગ બૉસ માટે કરી રહ્યું છું, તમને શું લાગે છે કે સલમાન ખાન કોઇ ભગવાન છે અને બિગ બૉસનું ઘર કોઇ સ્વર્ગ છે? મને એવું બિલકુલ નથી લાગતું. મેં આ બધુ બિગ બૉસમાં જવા માટે ક્યારેય નથી કર્યુ.”
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તનુશ્રીએ નાના પાટેકર ઉપર શૂટિંગ દરમિયાન છેડતી અને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. તેને કહ્યું કે ૨૦૦૮માં એક ફિલ્મના શૂટિંગમાં નાના મારી સાથે ઇન્ટિમેટ સીન કરવા માગતો હતો. તે ગીતના શૂટિંગનો ભાગ ન હતો. એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને નાના પાટેકરનો વિવાદ છેલ્લા થોડાક સમયથી વકર્યો છે, રાખી સાવંતે આને તનુશ્રીનો પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો હતો.