ગુજરાત વિધાનસભા અધ્યક્ષે લીધી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત, કામગીરીની કરી સમીક્ષા

1314

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અને ગુજરાતના મુખ્ય સચિવ જે.એન. સિંધે કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ સાઇટ અને સાધુ ટેકરી નજીક વિશ્વમાં સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની ૧૮૨ મીટરની પ્રતિમા ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રોજેક્ટના નિર્માણના આરે પહોંચેલા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને તેની કામગીરીનું નિરીક્ષણ કરી તેની પ્રગતિની માહિતી મેળવી હતી. આ ઉપરાંત વડોદરા ધારાસભ્ય જીતેન્દ્રભાઇ સુખડીયા સહિત તેમની ટીમના સભ્યો પણ આ મુલાકાતમાં જોડાયા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વભરમાંથી ખુબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવશે અને તમામ મુખ્યમંત્રીઓ, વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવવાના છે અને આ પ્રોજેક્ટના સ્વપ્ન દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી સમયમાં તેનું લોકાર્પણ થવાનું છે, ત્યારે આ પ્રોજેક્ટની સ્થળ સ્થિતિ અને પ્રગતિની જાત માહિતી મેળવી પ્રોજેક્ટનું નિરીક્ષણ-તાગ મેળવવા માટે આજે મુલાકાત લીધી છે. સરદાર વલ્લભભાઇ પટેલનું નામ વિશ્વભરમાં આ પ્રોજેક્ટથી મશહુર થશે અને પ્રવાસનનો ધમધમાટ થવાનો છે, ત્યારે ગુજરાતને હું અભિનંદન આપું છું. આ દેશને એક અને અખંડિત રાખનાર સરદારનાં આ પ્રોજેક્ટનો અદભૂત પ્રસંગ જીવન પર્યત યાદગાર બની રહેશે.

હાલ અંદાજે ૩૫૦૦ જેટલા શ્રમિકો અને ૨૫૦ જેટલા ઇજનેરો રાત-દિવસ સતત આ કામગીરી કરી રહ્યાં છે. પ્રવાસીઓ માટે એરપોર્ટની જેમ ટ્રાવેર્લ્સ તેમજ ઇલેક્ટ્રોનિકલી ઓપરેટેડ નાની કારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ડેમના ટોપ પર “એ” ફ્રેમની મુલાકાત લઇ ડેમમાં કરાયેલા જળસંગ્રહનું પણ રાજેન્દ્ર ત્રિવેદીએ નિરીક્ષણ કર્યું હતું. આજે સવારે સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૭.૫૧ મીટરે હતી. આમ દરવાજા સીલ લેવલ ૧૨૧.૯૨ મીટરની ઉપર પાણીની ઉંડાઇ ૫.૬૦ મીટર જેટલી નોંધાયેલી છે. આ મુલાકાત દરમિયાન નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર ગરાસીયા, પાવર હાઉસ સાથે સંકળાયેલ ય્જીઈઝ્રન્ના અધિક્ષક ઇજનેર એસ.જે. યાદવ તેમજ ઇજનેર સી.એન. ચૌધરી વગરે પણ આ ટીમ સાથે રહ્યાં હતાં અને જરૂરી તકનીકી જાણકારી પુરી પાડી હતી.

Previous articleસંત શિરોમણી બ્રહ્મલીન ગોપાલાનંદ બાપુને  ભાવાંજલિ અર્પણ કરતા વિજયભાઈ રૂપાણી
Next articleપરપ્રાંતિયો પર હુમલા સંદર્ભે કડક પગલા : ૩૪૨ની અટકાયત