સાંસદ નારણભાઈ કાછડીયાના અમરેલી જિલ્લાના એક એક ગામોની જનતા સુધીની મુલાકાત અને તે જનતાની મુલાકાત સાથે સરકારી કચેરીના અધિકારીઓ સાથે રાખી જનતાના પ્રશ્નો સ્થળ પર ઉકેલાયા જેમાં આજે આવો અભૂતપૂર્વક સેવા સેતુ જેવો કાર્યક્રમ રાજુલા તાલુકાના ૭ર ગામોમાં યોજાનાર હોય ત્યારે આજે રાજુલા તાલુકાના ૧૧ ગામોની જનતાની રૂબરૂ મુલાકાત સાથે સેવા સેતુ જેવા કાર્યક્રમને આખરીઓપ આપી પ્રાંત અધિકારી ડાભી, પરિહાર પંચાયત વિભાગ તેમજ પીજીવીસીએલની નિનામા, સર્કલ દવેભાઈ, વેગડાભાઈ સહિત વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓને સાથે રાખી વાવેરાના ભાજપ તાલુકા મંત્રી કનુભાઈ ધાખડા, ભોળાભાઈ લાડુમોર, ભાજપ તાલુકા પ્રમુખ જિલ્લા પંચાયતના સુકલભાઈ બળદાણીયા, પ્રતાપભાઈ મકવાણા, પૂર્વ તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, કમલેશભાઈ મકવાણા, પરેશભાઈ લાડુમોર સહિત ભાજપ આગેવાનોએ એક-એક ૧૧ ગામ જેવા કે વાવેરા, ધારેશ્વર, ભાક્ષી, દિપડીયા, નાની ખેરાળી, ખારી, બાબરીયાધાર, અમુલી બર્બટાણા, ચારોડીયા અને વડલી સહિત ૧૧ ગામોમાં ગામની જનતા સાથે રૂબરૂ મુલાકાતમાં જનતાના પડતર તમામ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો. આ બાબતે તમામ ગામોમાં નારણભાઈ કાછડીયાને મળતો અભૂતપૂર્વ આવકાર તેમજ આ રીતે અમરેલી જિલ્લાના અને સંસદિય વિસતાર ભાવનગર જિલ્લાના મહુવા ગારિયાધાર તાલુકા સહિતની મુલાકાત લેતા લેતા આજે રાજુલા તાલુકાના ૭ર ગામોમાં જવા માટે સવારના સાત વાગ્યાથી તમામ સરકારી અધિકારીઓ ભાજપ આગેવાનો સહિતની ર૦ ગાડીઓના કાફલા સાથે એક-એક ગામોની જનતાની રૂબરૂ મુલાકાત સાથે સ્થળ પર જ લોકો પ્રશ્નો જેવા કે પાણી વિજળી કોઈપણ પ્રકારના દાખલાઓ સહિત સ્થળ પર ઉકેલાય તેઓ સૌપ્રથમ અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાતો જાય છે. તેમાં ૭ર ગામની મુલાકાત બાદ બાકી રહેલ જાફરાબાદ, ખાંભા સહિતના મહત્વના કાર્યક્રમોનું આયોજન થનાર છે.