કરબલાના ૭ર શહિદોની યાદમાં જશ્ને શહિદે આઝમ અને શેખ પીપરીયા ગામે દાતાઓના સહયોગથી લાખોના ખર્ચે તૈયાર થયેલ નવી મસ્જીદના ઈફતતાહે (ઉદ્દઘાટન) સાવરકુંડલાના સરકાર દાદબાપુ કાદરી મસ્જીદે મગરીબની નમાજ અદા કરાવશે.
અમરેલીના લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે સૌપ્રથમવાર અને અમરેલી જિલ્લામાં બીજી વાર ઝેરે ખીતાબત ખતીબે હિન્દુસ્તાન, હુઝુર ગાઝીએ મીલ્લત સૈયદ હાશ્મીમીયા ઉલ જીલાનીની શાનદાર તકરીર આગામી શુક્રવારને તા.૧૦-૧૧-૧૭ ઈશાની નમાજ બાદ પોતાની નુરાની અવાજમાં તકરીર કરશે તથા મગરીબ બાદ ન્યાજ તકસીમ કરાશે. આ નુરાની જલ્સામાં દિલાવરબાપુ અમરેલી, પીરબાપુ ઉના, નીસારબાપુ ડુંગર, રહેમાનબાપુ કાદરી, જહિરબાપુ મોલાના રહીમ બરકાતી હાશ્મી, મુનીરબાપુ કુંડલા તથા નાતખ્વા રિઝવાન ભુરાની સહિત અનેક સાદાતે કિરામ ઔલમા એકિરામ રોનકે સ્ટેજ હસે તો સમગ્ર સૌરાષ્ટ્રના તમામ સુન્ની મુસ્લિમોને દાવત શેખપીપરીયા સંધી-સિપાહી સુન્ની જમાત દ્વારા પેશ કરાઈ છે.
Home Uncategorized લાઠીના શેખ પીપરીયા ગામે શુક્રવારે જશ્ને શહિદે આઝમ-વ-ઈફતતાહે મસ્જીદનો શાનદાર જલ્સો