રાજુલા ચેમ્બર્સ ઓફ કોમર્સના નવનિયુકત પ્રમુખ તરીકે રાજુલાના સર્વ વડીલ વેપારી આગેવાનોએ સેવાભાવી બકુલભાઈ વોરાની નિમણુંકથી વેપારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
રાજુલા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ સ્વ. બાબભાઈ મકવાણાનું નિધન થતા ગઈકાલે મળેલ રાજુલાના સર્વ વેપારી આગેવાનોની મળેલ બેઠકમાં સર્વાનુમતે ચેમ્બર્સ ઓફ કોમર્સના મહામંત્રી બકુલભાઈ વોરાને કાર્યકારી પ્રમુખ તરીકે ઘોષીત કરતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જે આગામી દિવસોમાં જનતા અને વેપારીઓ એક બીજાના પુરક બની જનસેવાના કાર્યો કરતા રહે તેમજ શહેરમાં સંપુર્ણ પણે પ્લાસ્ટીકને તિલાજંલી આપી સ્વચ્છ રાજુલા ગ્રીન રાજુલા સૌ સાથે મળી બનાવીએ તેવા મહત્વના નિર્ણયો લેવાશે.