ભાવનગર શહેર અને જિલ્લામાં વસતા બ્રહ્મ સમાજના વિવિધ સમુદાયને એક છત્ર નીચે લાવી એકાત્મકતા અને સંગઠિત કરવાની સામાજિક જવાબદારી છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના નેજા તળે ચાલી રહી છે.આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની સંયુક્ત બેઠક મળી હતી જેમાં સમાજને વધુ સંગઠિત કરી સામાજિક કક્ષાએ હકારાત્મક કાર્યક્રમો પ્રયોજવા સર્વાનુમતે નક્કી થયું હતું તો બેઠકના અંતે જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ભાવનગર શહેર પ્રમુખ તરીકે તેજસભાઈ જોશીની સર્વાનુમતે પસંદગી કરાઇ છે. તેજસભાઈ જોષી આ અગાઉ ભાવનગર બ્રહ્મસમાજમાં મંત્રી અને મહામંત્રી જેવી મહત્વની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી ચૂક્યા છે. જ્યારે બ્રહ્મ સમાજને સંગઠિત કરવા માટે બ્રહ્મ સમાજના યુવા આગેવાન તેજસ જોષી દ્વારા શૈક્ષણિક સેમિનાર થી લઈ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના પણ સફળતાપૂર્વક આયોજક રહી ચુકયા છે.શિક્ષણ જગત સાથે લાંબા લાંબા સમયથી સંકળાયેલા તેજસભાઈ જોષી યુથ એડવેન્ચર ક્લબ માં મહામંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનેકવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ કાર્યરત છે. તેજસભાઈ જોષીની સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ભાવનગર શહેરના પ્રમુખ પદે વરણી થતા બ્રહ્મ સમાજના વિવિધ આગેવાનો અને હોદ્દેદારોએ આ વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા છે.