ગાંધી સ્મૃતિ નજીકથી વૃધ્ધના ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરનાર બે ઝડપાયા

1274

શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે ગાંધી સ્મૃતિ નજીકથી બાઈક ચાલક વૃધ્ધ પાસે લીફટમાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર બે ઈસમોની એલસીબી ટીમે ઝડપી લીધા હતાં.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર દિપક ચોક પાસે આવતાં પો.કો. મિનાઝભાઇ ગોરી તથા જયદિપસિંહ ગોહિલને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,મહેશ રમેશભાઇ ચૌહાણ તથા મોહીત કિશોરભાઇ બાંભણીયા આ બંનેએ બે દિવસ પહેલા કોઇ  સોનાનાં દોરાની લુંટ કરેલ છે.તે સોનાનો દોરો લઇને ખેડુતવાસમાંથી શિશુવિહાર તરફથી  સોની બજાર તરફ વેચવા માટે જવાના છે.જે હકિકત આધારે વોચમાં રહેતાં બજાજ ડિસ્કવર મો.સા. રજી નં-જીજે-૦૪-બીએફ- ૭૮૨૨માં ચાલક મહેશભાઇ રમેશભાઇ ચૈાહાણ  રહે.પ્લોટ નં.ર૩૧,મેલડીમાંની ધાર પાસે,ખેડુતવાસ,ભાવનગર તથા તેની પાછળ બેસેલ મોહીતભાઇ કિશોરભાઇ બાંભણીયા ઉ.વ.૧૯ રહે.પ્લોટ નં.૧૬૧૩/બી,રમણનગર, ગુરૂકુળ સ્કુલ પાછળ, સરદારનગરમળી આવેલ.જેમાં મો.સા. ચાલક મહેશ ચૌહાણનાં ખીસ્સામાંથી એક પટ્ટા ઘાટ નો સોનાનો ચેઇન તથા મોબાઇલ મળી આવેલ.તેમજ મોહિત પાસેથી લેનોવો કંપનીનો મોબાઇલ મળી આવેલ. આ સોનાનો ચેઇન તેઓએ ચોરી અગર તો છળકપટથી કે અન્ય કોઇ રીતે મેળવેલ હોવાનું જણાતાં થયેલ હોય.આ ચેઇનની કિ.રૂ. ૪પ,૦૦૦/- તથા મોબાઇલ-૨ની કિ.રૂ.૭,૦૦૦/- તથા મો.સા. કિ.રૂ.૨૦,૦૦૦/-મળી કુલ રૂ.૭૨,૦૦૦/-નો મુદ્દામાલ શકપડતી મિલ્કત ગણી કબ્જે કરવામાં આવેલ. તેઓની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. તેઓની પુછપરછ કરતાં તેઓ બંનેએ મળીને ગઇ તા.૦૫/૧૦નાં રોજ ગાંધી સ્મૃતિ પાછળ કનુભાઇનાં સ્કુટરમાં લીફટ માંગી બેસી તેઓનાં ચેઇન ઝુંટવી ભાગી ગયેલ હોવાનું જણાવેલ.

Previous articleવિનયન કોલેજ વલ્લભીપુર ખાતે આત્મવિશ્વાસ સેમીનાર યોજાયો
Next articleલૌકિક પદાર્થને કચરા જેવા માનશો ત્યારથી સત્સંગની શરુઆત થાય છે – પુ.મહંતસ્વામી