આજની સવારની પરમ પૂજય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપુજા સંપ્પન થયા પછી ભાવનગર ખાતે અક્ષરવાડી ખાતે પ્રથમ જ વખત ભગવાન સ્વામિનારાયણે લખેલ વચનામૃત અંત્ય પ્રકરણનું પાંચમું ’’ભગવાનમાં માયા ન સમજવાનું,સરખી સેવાનું ’’ પર નીરુપણ કરતા જણાવ્યું કે આ વચનામૃતમાં પરમહંસ એવા મુકતાનંદસ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પુછયો કે ’ભગવાનનું ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છ ેજેથી યથાર્થ ભકિત થતી નથી તેનો ઉપાય શું ? આપણો સંપ્રદાય ભકિત સંપ્રદાય છે ભગવાનની ભકિત દાસભાવે કરવી અને પરમેશ્વરને યથાર્થપણે અને સર્વોપરી જાણ્યા હોય તથા ભગવાનના સ્વારુપને વિષે કોઈપણ માયાના ભાવ નથી અને તે માયાથી પર છે અને ત્રણ ગુણ સત્વ,રજ અને તમ તે થકી પણ પર છે એવા જે ભગવાનનો દ્રઢ નિશ્ચય તે ભગવાનની માયાને તરી ચુકયો છે અને ભગવાનનું ભજન કરવામાં વિક્ષેપ થતો નથી.પૂં. મહંતસ્વામીએ આગળ જણાવતા કહયું કે સાચાની સાથે સાથે ખોટાને પણ જાણી રાખવું તો વધારેે પાકા થવાશે.ભકિત તો ૧૦૦ માર્કસ આવે તેવી જ કરવી પણ ૯૦ માર્કસ આવે એવી પણ ન કરવી.આપણે ગડબડ ગોટાળાવાળી ભકિત કરીએ છીએ આથી ભગવાનનું યથાર્થ સુખ આવતું નથી.સર્વે ગુણે સંપ્પન્ન સર્વે દોષોએ રહીત એવા આપણને ગુરુ મળ્યા છે તેથી ભગવાની ભકિત એકાંતિક ભાવે કરવી એટલે કે ધર્મ,જ્ઞાન,વૈરાગ્ય અને ભકિત સાથે કરવી.જેમ હીરાને સાચો માનીએ છીએ તેમ શાસ્ત્રોની વાત ને ગુરુની વાતને પણ માનવી નહિતર દોષ અને નાસ્તિકપણું આવી જાય છે.લૌકિક પદાર્થ કચરા જેવા છે તેવું જયારથી માનશો ત્યારથી સત્સંગની શરુઆત થાય છે.સત્સંગમાં દ્રઢતા રાખવી.ભગવાન અને સંત જ કલ્યાકારીઅને સર્વોપરી છે.. જેમ રાજાનો કુવર મુળા સારુ રુવે તેમ આપણે તુચ્છ પદાર્થ સારુ રડવું નહિ કકળાટ કરવો નહિ.
એથીકલ નીતીમતા વિષે તેમણે જણાવ્યું કે પુરુષાર્થ સાથે સાથે સુવિચારોનું વાંચન,સદવર્તન,સત્ય માટેનો પ્રેમ,સારા બનવું સારા કામ કરનારને મદદરુપ થવું,પ્રતિકુળ પરિસ્થિતિમાં અનુકુળ રહેવાથી દૈવત આવે છે.સફળ થવા માટેના સેમીનારમાં કોર્પોરેટ જગતના માંધાતાઓ કરોડો ખર્ચી જે શીખે છે તે તમામ વાત ભગવાન સ્વામિનારયણના વચનામૃતમા કહી જ છે જે મફતમાં સંતો સમજાવે છે.દરરોજ બે કલાક નિસ્વાર્થ ભાવે સેવા કરવાથી મન સ્થિર થાય છે ને સ્થિર મન ઘણાં સારા પરીણામો પ્રાપ્ત કરે છે.આજની સભામા મહારાજા પરીવારના યુવરાજ શ્રી જયવિજયરાજસિહજી પધારી મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લીધા
અંતમા પરમ પૂજય મહંતસ્વામીએ જણાવ્યં કે આજકાલ બહુધાલોકોને મોબઈલનુ જબ્બબ જસ્મત વળગણ છે તેમાય નવી પેઢીને ફસબુક,વોટસએપ,મચેટીંગ સોસીયલ મીડીયા વીના ચાલે તેમ નથી આ પરીક્ષેપમા આજના યુવાદીનની ઉજવણપ્રસંગે પરમ પુજય મહંમતસ્વામી મહારો આમ ભયુકર દુશણમાથી બચવાના ઉપાય બતાવતા જણાવ્યું હતુ કે સત્સંગમા દ્રઢ વિશ્વાસ થકી જ મોબાઈલના વ્યસમનથી ઉગરી શકાય છે સત્સંગના માધ્યમથી યુવાનોમા સંસ્કારીતા અને ચારીત્રની ખીલવણી થાય છે.