વિનુભાઈ ગાંધીએ કરેલા કાર્યોના પુસ્તક અધાર્મિક ધાર્મિક્તાનું થયેલું વિમોચન

1223

ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ પ્રમુખ તથા સ્વાશ્રયી આરોગ્ય પરિવાર, અખિલ ગુજરાત કુદરતી ઉપચાર મહામંડળ, કલ્પસર સહયોગ સમિતિના પ્રણેતા અને વિવિધ સંસ્થાઓના માર્ગદર્શક એવા વિનુભાઈ ગાંધી તેમના જીવનના નવદાયકા પૂર્ણ કરી દસમાં દાયકામાં પ્રવેશે છે. તેમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યો તથા રચાયેલ અનેક સાહિત્યમાં આ પુસ્તક અધાર્મિક ધાર્મિકતાનો વિમોચન સમારોહ જ્યોતિબેન ગાંધી તથા જીતુભાઈ ઉપાધ્યાયના અતિથિ વિશેષ પદે શિશુવિહાર ખાતે યોજાયો હતો.

શિશુવિહાર સંસ્થા, મહાજન ગૌશાળા, ભાવનગર નાગરિક બેંક તથા માઈક્રોસાઈન દ્વારા યોજાયેલ. આ સમારોહમાં ઉપસ્થિત આગેવાનોના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું હતું. જ્યારે આગેવાનોએ કરેલા પ્રાસંગિક પ્રવચનમાં વિનુભાઈને શુભેચ્છા આપવા ઉપરાંત તેમણે કરેલા સેવાકિય કાર્યોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટીસંખ્યામાં આમંત્રિતો, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleનવી માણેકવાડી પાસે મહિલાના પર્સની લૂંટ કરનાર શખ્સ ઝબ્બે
Next articleકાળીયાબીડમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ૬ ઝબ્બે