દુધાળા-નાગેશ્રી-હેમાળથી પસાર થતો નેશનલ ૮-ઈને નવીનીકરણનું કામ ચાલું હોય પણ જુનો ખખડધજ રોડમાં ૪-૪ ફુટના ખાડા પડી ગયેલને બુરવા રોડ લેવલ કરવો. મેટલ પાથરી ઉપર ડામર, રોલીંગ કરવું જે નેશનલ ઓથોરીટીએ આપેલ નવીનીકરણ રોડ માટે જે તે એજન્સીએ રોડ ચાલુ રાખવા આ કામ કરવું ફરજીયાત હોય પણ આ કામ ન થવાની રોડની બન્ને સાઈડમાં દુધાળા, નાગેશ્રી, ધોળાદ્રી, જુની-નવી જીકાદ્રી, હેમાળ સહિતના પાંચ ગામોના ખેડૂતોના પાક પર આવેલ કરોડો રૂપિયાનો કપાસ બળીને ખાખ થઈ જવા પામ્યો છે. જેનું કારણ છે રોડની ઉડતી ધુળની ડમરીઓ તેમજ સાંજ પડ્યે ધુડ ઉડવાના ગોટેગોટાથી ધોળા દિવસે મોટા મોટા વાહનોની જો લાઈટો ચાલુ ન રાખે તો સામસામા તેમજ ખાળીયામાં ધકેલાઈ ગયેલ. દરરોજ વાહનો એકસીડેન્ટવાળા જોવા મળે છે. આ માટે દુધાળા ગામના સરપંચ અજયભાઈ વરૂ, કેશુભાઈ વરૂ, દેવકુભાઈ વરૂ, જીકાદ્રી સરપંચ આલકુભાઈ તથા મહેશભાઈ, જુની જીકાદ્રી સરપંચ પ્રકાશભાઈ વરૂ, હેમાળ સરપંચ મહાવીરભાઈ દ્વારા અગાઉ લેખીતમાં તા.૪-૧૦ના રોજ આવેદનપત્ર આપેલ જેની કાર્યવાહી ન થતા ગામ લોકો દ્વારા દુધાળા ગામે તા.૧૧-૧૦-૧૭ના રોજ રોડ ચક્કાજામ કરેલ. જેનાથી તંત્ર હરકતમાં આવી મામલતદાર (જાફરાબાદ) ચૌહાણની હાજરીમાં નેશનલ હાઈવેના વેરાવળ ઓફિસના અરવિંદો તેમજ રોડનું કામ કરતી એજન્સીના ગૌતમ દત્તા ખાતરી આપેલ કે દિવસ આઠમાં અમો રોડ બનાવી દઈશું અને પાંચ ગામના ખેડૂતોનું પાક નિષ્ફળ ગયો હોવા છતાં સમાધાન સ્વીકારી આંદોલન સમેટાયું જેને આજે એક મહિનો થવા આવ્યો પણ નેશનલ ઓથોરીટીના કહેવાતી મનઘડત જીદ્દી ખેડૂત વિરોધ સ્વભાવ ધરાવતા ભાટીના કારણે રોષે ભરાયેલ પાંચ ગામના ખેડૂતો દ્વારા રાજુલા ડેપ્યુટી કલેક્ટર ડાભી ફરીવાર આવેદનપત્ર આપ્યું. જેમાં ઉલ્લેખ એવો કરાયો છે કે આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જઈ રસ્તા રોકો તેમજ ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ નેશનલ ઓથોરીટીના ભાટી દ્વારા નહીં થાય તો ૯૮ વિધાનસભાની ચૂંટણીમાં સભા તથા મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તે બાબતે પ્રાંત અધિકારીથી ગાંધીનગર મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી રવાના કરાયું. આગામી આંદોલનની તા.૧૪-૧૧-ર૦૧૭ રાખેલ છે.