કાળીયાબીડમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ૬ ઝબ્બે

1121

શહેરના કાળીયાબીડ સચીદાનંદ હોલ પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતાં ૬ ઈસમોને એલસીબી ટીમે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતાં.

ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર,રામમંત્ર મંદિર પાસે આવતાં પો.કો. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર ,કાળીયાબીડ, સચીદાનંદ હોલ પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે અમુક ઇસમો જુગાર રમે છે.તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં  ધીરૂભાઇ લાખાભાઇ મકવાણા  રહે.મારૂતિનગર, શીતળામાંનાં મંદિર પાસે,ભાવનગર, રમેશભાઇ ઉર્ફે કાળુ ભગવાનભાઇ જેતાણી  રહે.રામનગર, કાળીયાબીડ, ભાવનગર, દિનેશભાઇ બચુભાઇ વેગડ રહે.મોટા ખોખરા તા.ઘોઘા જી.ભાવનગર, વિપુલભાઇ ધીરુભાઇ ચુડાસમા રહે.દેવરાજનગર પાસે, મફતનગર, ભાવનગર, મહેશભાઇ હિંમતભાઇ મકવાણા  રહે. શાકમાર્કેટ પાસે, ભરતનગર, ભાવનગર, સંદિપભાઇ તેજાભાઇ મકવાણા રહે.સીદસર, નવાપરા, ભાવનગર                ગંજીપતાનાં પાના, રોકડ રૂ.૧૧,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓ તમામ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

Previous articleવિનુભાઈ ગાંધીએ કરેલા કાર્યોના પુસ્તક અધાર્મિક ધાર્મિક્તાનું થયેલું વિમોચન
Next articleરાજપથ ગ્રુપ દ્વારા નવરાત્રિ મહોત્સવનું અદ્દભૂત આયોજન