ભાવેણાના વિકાસમાં આધાર સમાન અનેક સવલતોનો આજે પણ અભાવ

1661

આવનારા સમયમાં ચૂંટણી નજીક છે ત્યારે હયાત અન પુર્વ તથા નેતા બનવા ઈચ્છુકો આમ પ્રજા જનોની સમીપ આવી ભાવનગર શહેર અને જીલલાના સર્વાંગી વિકાસમા મહત્વ પુર્ણ બાબતો મોટા ઉપાડે ગાય વગાડી વેગીલો પ્રચાર કરી મતદારો પાસેથી મત મેળવશે પરંતુ સત્તા પ્રાપ્ત થયા બાદ આપેલ વચનો હંમેશ મુજબ વિસરાઈ જેશ!

ભાવનગરને મહાનગર તરીકેનો દરજજો પ્રાપ્ત થયો હોય તો નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આભારી છે. બાકી તકવાદી અને નપાણીયા નેતાઓએ ભાવનગર બરબાદ કરવામાં કોઈ જ કચાશ છોડી નથી. જયારે કોંગ્રેસનું શાસન હતું એ સમયે ભાજપએ જણાવ્યું કે અમારી સરકાર શાસનમાં આવશે તો ભાવનગરનો સર્વાંગી વિકાસ કરીશું અને વિશવ હરોળમાં મુકીશું.

પ્રજાજનોએ મોટા મન સાથે ભાજપને સત્તાની ધુરા સોંપી અને છેલ્લા રપ વર્ષથી ભાજપ રાજ કરી રહ્યું છે. પરંતુ ભાવેણાની પ્રગતિતો દુર જે સ્થિતિ હતી તેના કરતા પણ બદ્દતર સ્થિતિ આજે ભાવનગરની છે. જિલ્લાના આર્થિક કરોડરજ્જુ સમાન ઉદ્યોગો જેમા હિરા ઉદ્યોગ, અલંગ શિપ યાર્ડ, પ્લાસ્ટીક ઉદ્યોગ, રોલીંગ મિલ તથા ખેતી આધારિત ઉદ્યોગોનું અસ્તીત્વ નહીંવત માત્રામાં રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા વિવિધ પ્રચાર માધ્યમોના સહારે વિકાસ નામનો ભ્રામક પ્રચાર કરી જનતાને ગુમરાહ કરી રહ્યા છે. ભાવનગરની તારાપુર રેલ્વે લાઈનને સાંકળતી સેવા શરૂ કરવા  આઝાદી બાદ કેટલાય વખત સર્વે કરવામાં આવ્યા આ સર્વેના ખર્ચનો હિસાબ કરીએ તો એ નાણામાંથી સંપુર્ણ યોજના સાકાર થઈ જાય દેશના આર્થિક પાટનગર એવા મુંબઈનું સમુદ્રી માર્ગે તથા હવાઈ માર્ગે અંતર ખુબ ઓછું થાય છે. છતા હવાઈ કે દરિયાઈ માર્ગે ભાવેણા આજે પણ યોગ્ય કેનકટીવિટીથી વંચિત છે. ભાવનગરના જાગૃત નાગરિકો તથા વિવિધ સંસ્થાઓએ સત્તાવાળા તંત્ર તથા સરકારને રજુઆતો કરી છે કે મુંબઈમાં વ્યસ્ત હવાઈ ટ્રાફીકને ભાવનગર ડાઈવર્ટ કરવામાં આવે પરંતુ આ મુદ્દે સરકાર- તંત્રના આંખ આડા કાન ભાવનગર બાદ વર્ષો પછી સુરતમાં એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું આજે ઔદ્યોગિક નગરી સુરત એરપોર્ટ પરથી ડોમેસ્ટીક હવાઈ સેવા સાથે આંતર રાષ્ટ્રીય સેવાઓ શરૂ કરવા તજવીજ ગોઠવવામાં આવી રહી છે. પરંતુ ભાવનગરમાં જેવી તેવી હયાત સેવા કયારે બંધ થઈ જાય તે નક્કી નહીં..!

આઝાદીથી લઈને આજ દિન સુધીમાં કલાના પિયર ભાવેણાએ વિશ્વ ફલક સુધી અનેક પ્રતિભા સંપન્ન મહારથીઓ કલાકારોની ભેટ ધરી પરંતુ ભાવેણામાં ઉગતી- પાંગરતી પ્રતિભાઓને પ્રગતિ કરવા માટે શહેરમાં એક પણ માધ્યમ નથી, લગભગ તમામ મહાનગરોમાં અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડીયમ આવેલા છે. ભાવનગર પાસે શહેર મધ્યે વિશાળ જગ્યા ઉપલબ્ધ હોવા છતા રાજકિય ઈચ્છાશક્તિઓના અભાવે સ્ટેડીયમ બની શકતું નથી.ર ાજયના અનેક નાના શહેરોમાં મનોરંજન માટે એફ.એમ. રેડીયોની સુવિધા છે પરંતુ ભાવનગર માટે નેતા-તંત્રની યુવા વર્ગને માત્રને માત્ર તારીખ પે તારીખ..! શહેરીજનો માટે પ્રાણી સંગ્રાહાલય કે સારૂ ગાર્ડન પણ નથીઆ સહિત અનેક સુવિધાઓ મુદ્દે શહેરીજનો કરે છે. યાચનાઓ પણ પ્રાપ્તિ કશું નહી..!

Previous articleઘાંચી સમાજ દ્વારા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleસરતાનપરના સમુદ્રમાંથી મળી દૈત્યાકાર માછલી