સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રવક્તા પંખુડી પાઠક પર હુમલા કરાયો છે. પંખુડી પાઠકે આરોપ લગાવ્યો છે કે, બજરંગ દળના સભ્યોએ શનિવારે તેમના પર હુમલો કર્યો હતો. આ અંગે પંખુડીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, બજરંગ દળે તેમના પર હુમલા કર્યો હતો, શું ઉત્તરપ્રદેશ પોલીસ, યોગી આદિત્યનાથ અને પોલીસ વડા આ લોકોની ધરપકડ કરવાની ગજા રાખે છે. નોંધનીય છે કે થોડાં દિવસો પહેલા જ પંખુડીએ સપાના પ્રવક્તા પદને છોડી દીધું હતું. તેમણે અતરોલીથી પરત આવીને મીડિયાને જણાવ્યું હતું કે, તેમના અને તેમની ટીમના ત્રણ સભ્યો પર કથિત રીતે હુમલો કરાયો હતો. હુમલો કથિત બજરંગ દળ કાર્યકર્તાઓએ કર્યો હતો, હુમલામાં અમે તમામ લોકો ઘવાયા છે. હુમલો પોલીસની હાજરીમાં કરાયો હતો અને તેમની ગાડી પર પણ પથ્થર મારો કરાયો હતો. પંખુડીએ વધુમાં જણાવ્યું કે, તેમને બીજી વાર અતરોલીમાં પગ ન મુકવાની ધમકી આપી હતી. અમે આ ઘટનાની જાણકારી પોલસીને નથી આપી રહ્યા કેમકે અમને પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી. અમે દિલ્હી પરત ફરી રહ્યા છે અને આગળની કાર્યવાહી ત્યાંથી જ કરીશું.
પંખુડી પાઠકે ટિ્વટર પર લખ્યું કે, આજ હિંદુત્વને નજીકથી જાણવાની તક મળી…જ્યારે પોતની રાજકીય લાભ માટે એક ભગવાધારી ટોળા એક હિન્દુ મહિલા અને હિન્દુ પુરુષો પર જીવલેણ હુમલો કર્યો છે. આ લોકોનો હિંદુત્વ તેમના રાજકારણ સુધી જ મર્યાદિત છે. બાકીના હિંદુઓ તેમના માટે માત્ર એક શિકાર છે જેમની હત્યા રાજકીય લાભ માટે કરી શકાય છે.