હોસ્ટેલમાં ઘુસી છેડતીખોરોએ હુમલો કરતા ૪૦ વિદ્યાર્થિનીઓ ઘાયલ

1285

બિહારમાં મહિલાઓની સુરક્ષા ચિંતાનો વિષય બની છે અને તેમાં પણ સુપૌલ જિલ્લાના ત્રિવેણીગંજ ખાતેની કસ્તૂરબા ગાંધી હાઈસ્કૂલની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને છેડતીખોરોએ હોસ્ટેલમાં ઘૂસીને મારતા કાયદો અને વ્યવસ્થા સામે ફરી સવાલ ઉઠ્યા છે. શનિવારે સાંજે કેટલાક યુવકો હોસ્ટેલની દિવાલ પર અશ્લીલ વાક્યો લખી રહ્યા હતા. વિદ્યાર્થિનીઓએ તેનો વિરોધ કરતા યુવકો લાકડીઓ સાથે હોસ્ટેલમાં ઘુસી ગયા હતા અને વિદ્યાર્થિનીઓ પર હુમલો કર્યો હતો.

તેમણે લગભગ ૨૫ જેટલી વિદ્યાર્થિનીઓને મારી હતી. એક કલાક સુધી તેમણે હોસ્ટેલ અને સ્કૂલમાં તબાહી મચાવી હતી અને એ દરમિયાન કોઈ તેમની મદદ કરવા માટે આગળ આવ્યુ નહતુ.

આ ઘટનામાં ૪૦ ગર્લ્સ ઘાયલ થઈ છે. તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે લઈ જવી પડી હતી.હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ કેટલાય સમયથી છેડતીનો શિકાર બની રહી છે.તેમની ફરિયાદ પર કોઈએ ધ્યાન આપ્યુ નહોતુ અને આખરે તેમણે યુવકોને જાતે જ ટોક્યા હતા.જેનુ પરિણામ તેમને ભોગવવુ પડ્યુ હતુ.

Previous articleહૈતીમાં ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ૧૧ના મોત, ૧૩૫થી વધુ લોકો ઘાયલ
Next articleકાશ્મીરનું સંકટ રાજકીય પક્ષોના કારણે છે : મલિક