એક તરફ પાણીનો કકળાટ કાયમી બન્યો છે લોકોને સમયસર પાણી નહિ મળતું હોવાની ફરિયાદો છાશવારે ઉઠે છે જ્યારે બીજી તરફ સિહોરના કેટલાક વિસ્તારોમાં પાણીની લાઈનો લીકેજ જોવા મળે છે અને પાણીનો વેડફાટ જોવા મળે છે અહીં તસ્વીર સુરકા દરવાજા વિસ્તારની છે જ્યાં છેલ્લા કેટલાક સમય થી પાણી ની લાઈન લીકેજ છે રોડ પર ચારેકોર પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે તંત્રની બેદરકારી કહો કે અણઆવડત.પણ અહીં એક તરફ પાણીનો કકળાટ અને બીજી તરફ પાણીનો વેડફાટ આ બન્નેનો કયારે ઉકેલ આવશે તેની સ્થાનિક રહિશો રાહ જોઈ રહ્યાં છે.