ઉત્તર ભારતીયનો ધમકી આપાના કેસમાં અડાલજ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવનાર કોંગ્રેસના પૂર્વ નેતા હોવાનું માલુમ પડ્યું છે. બીજી તરફ પરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહે પત્રકાર પરિષદ કરી હતી. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આ મામલે 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીનગરના ઉવારસદ ગામ ખાતે પરપ્રાંતિયોને ધમકાવતો એક વીડિયો વાયરલ થયો હતો. આ મામલે રાજ્યના પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે ચાર વ્યક્તિઓ સામે રાયોટિંગ અને ધમકી આપવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.