સનીની ફિલ્મ ‘વિરમાદેવી’નો વિરોધ, પોસ્ટર્સ સળગાવાયા

1460

કર્ણાટકના હિન્દુ સંઘ, કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્યોએ સોમવારે કર્ણાટકમાં એકટ્રેસ સની લિયોનીના પોસ્ટર્સ સળગાવ્યા હતા. વિરોધીઓ સની લિયોનીની વિરમાદેવી ફિલ્મમાં કાસ્ટ કરવા બાબતે વિરોધ કરી રહ્યા છે.

આ ફિલ્મ એક મોટા બજેટની ફિલ્મ છે જેને પ્રોડ્યુસ પોન્સે સ્ટીફન કરી છે આ ફિલ્મ સ્ટીફન બેનર હેઠળ બની છે. આ ફિલ્મ માટે સનીએ તલવાર બાજી અને ઘોડે સવારીની ખાસ ટ્રેનિંગ લીધી હતી. કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્ય હરિશે મીડિયાને જણાવ્યું હતું કે, અમારો સંઘ સની લિયોનીને વિરમાદેવી ફિલ્મમાં કાસ્ટ કરવા સામે વિરોધ કરી રહ્યો છે કેમકે આ એક ઐતિહાસિક ફિલ્મ છે. તેમણે ફિલ્મના પોસ્ટર્સ ફાડ્યા હતા અને જણાવ્યું હતું કે અમે આ ફિલ્મનો તિરસ્કાર કરીએ છીએ. નોંધનીય છે કે આ ફિલ્મ ઓક્ટોબર માસમાં રીલિઝ થવા જઇ રહી છે. કર્ણાટકના હિન્દુ સંઘ, કર્ણાટક રક્ષણા વેડિકેના સભ્યોએ સોમવારે કર્ણાટકમાં એકટ્રેસ સની લિયોનીના પોસ્ટર્સ સળગાવ્યા હતા.

Previous articleભારત બન્યું U-19 એશિયા કપ ચેમ્પિયન
Next articleવર્લ્ડ ડેપ્ડીંગ જન્મદિવસ ઉજવણી!