તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીજના સેટ પર સેક્યુએલ હૈરસમેન્ટ કરવાનો આરોપ મુક્યો છે. તનુશ્રીના આરોપો બાદ સમગ્ર બોલિવુડ હચમચી ઉઠ્યુ છે. બોલિવુડમાં આ વિષય પર હાલમાં ચર્ચા ચાલી રહી છે. તનુશ્રીના આરોપો બાદ આ વિષય પર એટલી ચર્ચા થઇ ચુકી છે કે નાના પાટેકરને પણ પ્રશ્ન કરવા લાગી ગયા છે. તનુશ્રીનુ કહેવુ છે કે નાના પાટેકરે કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને કહીને સોંગમાં ઇન્ટીમેન્ટ સ્ટેપ્સ મુકાવ્યા હતા. તનુશ્રીનો આરોપ છે કે આનો તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તનુશ્રીએ સાફ શબ્દોમાં આરોપો કરતા કહ્યુ છે કે જ્યારે તેના દ્વારા સેક્સી સીનની સામે વાધો ઉઠાવવામાં આવ્યો ત્યારે નાના પાટેકરે સેટ પર તેને ધમકી આપવા માટે ગુન્ડા તત્વોને બોલાવી લીધા હતા.