વિસ્ફોટક સદી સાથે ક્રિસ ગેલે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી

901

વેસ્ટઇન્ડીઝના ઓપનર ક્રિસ ગેલે વિસ્ફોટક સેન્ચુરી સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ૩૯ વર્ષના ગેલે રિજનલ સુપર-૫૦ ઓવરના મેચમાં જમૈકા સ્ક્રોપિયન્સ તરફથ રમતા બારબાડોસ પ્રાઈડ વિરૂદ્ધ ૧૧૪ બોલમાં ૧૨૨ રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની આ શાનદાર સેન્ચુરીમાં ૧૦ ચોગ્ગા અને ૮ છગ્ગા ફટકાર્યા હતા.

લિસ્ટ-એમાં ગેઈલો કુલ ૩૫૬ મેચોમાં ૨૭ સેન્ચુરી ફટકારી છે. આઈસીસીની વેબસાઈટના અહેવાલ અનુસાર, ગેઈલે મેચ પહેલા જ જાહેરાત કરી હતી કે આ તેની છેલ્લી મેચ હશે. ઇનિંગની શરૂઆત કરવા ઉતરેલા ગેઈલને બન્ને ટીમના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું.

ગેઈલની સદીની મદદથી જમૈકાએ ૪૭.૪ ઓવર્સમાં ૨૨૬ રનનો સ્કોર બનાવ્યો અને પછી બાર્બાડોઝને ૧૯૩ રન પર ઓલઆઉટ કરી દીધું. ગેઈલ બેટિંગમાં સદી ફટકાર્યા બાદ બોલિંગમાં પણ ૩૧ રન આપી એક વિકેટ ઝડપી હતી. તેણે મેચ બાદ કહ્યું કે, જમૈકા માટે છેલ્લી ૫૦ ઓવરની મેચમાં સેન્ચુરી ફટકારવી ખૂબ જ સુખદ રહ્યું. હું હંમેશાથી આવું કરવાનું વિચારતો હતો. ટીમને જીત અપાવવીને તેને વધુ ખાસ બનાવે છે.

 

Previous articleઆતુરતાનો અંત! ગુજરાતી ફિલ્મ ‘શરતો લાગુ’ ૧૯  ઓક્ટો. રિલિઝ થશે
Next articleક્રિકેટર યુવરાજ સિંઘની માતા પોન્ઝી સ્કીમમાં ફસાઈ, એક કરોડની ઠગાઈ